Mysamachar.in-જામનગર:
આમ તો આપણે ત્યાં સામાજિક પ્રસંગોમા દેખાદેખી જોઈને કોઈથી ચઢિયાતું કરવાનું હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે,ત્યારે જામનગરના ડી.ડી.ગોરીયા પરિવારે કંકોત્રીની સાથે ચકલી બચાવવા માટેનો માળો પણ કંકોત્રીમાં જ આપી દીધો છે,ધર્મેશ ગોરીયાના લગ્ન યોજાવવા જઈ રહ્યા છે, ત્યારે લુપ્ત થતી રહેલ ચકલીઓની પ્રજાતિને બચાવવા ગોરીયા પરિવાર દ્વારા ધર્મેશ ગોરીયાના લગ્નની કંકોત્રીને માળાના સ્વરૂપમા બનાવવામાં આવી છે, એટલે કે પ્રસંગ પૂર્ણ થઇ ગયા બાદ પણ લોકોના ઘરમાં આ કંકોત્રી ચકલીનો માળો બનીને કાયમ રહેશે. અને લુપ્ત થઇ રહેલ ચકલીઓને બચાવી પણ શકાશે..ત્યારે ગોરીયા પરિવારના આ નિણર્યની સરહાના થઇ રહી છે, કેવી છે આ અનોખી કંકોત્રી જુઓ VIDEOમાં..
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.