Mysamachar.in-જામનગર
આપને કેટલીક જગ્યાએ નારિયેળ પાણી પિતા હોઈએ છીએ અને લગભગ જગ્યાએ સરળતાથી આ પીણું મળી જતું હોય છે, જે મોટાભાગના લોકોને પીવું પસંદ છે, નારિયેળ તો આપણે ફટાફટ પી જઈએ છે પણ તેને પીવાથી શું ફાયદાઓ છે તે પણ જાણી લેવું ખુબ જરૂરી છે, નારિયેળ પાણી તરસ છીપાવવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને એની સાથે એની સારી વાત એ છે કે તે કુદરતી અને પૌષ્ટિકતાથી ભરપૂર છે. નારિયેળ મૂત્રાશય શોધક, પુષ્ટિકારક, રક્તશોધક હોય છે. નારિયેળ પાણીમાં વિટામિન, મિનરલ, ઇલેક્ટ્રૉલાઇટ્સ, એંઝાઇમ્સ, એમિનો એસિડ અને સાયટોકાઇન પ્રચૂર પ્રમાણમાં હોય છે.
નારિયેળ પાણી મહિલાઓનાં આરોગ્ય માટે ખૂબ જ સારૂ ગણવામાં આવ્યું છે. જો પેશાબમાં બળતરા થતી હોય, ડિહાઇડ્રેશન થઈ ગયું હોય કે પછી મેદસ્વિતા ઘટાડવી હોય તો નારિયેળ પાણી ઉત્તમ ઉપાય છે. પ્રેગ્નન્સીમાં, બાળકને સ્તનપાન કરાવતી વખતે, નાનાં બાળકોના ગ્રોથ-યર્સમાં નારિયેળ પાણી અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તંદુરસ્ત વ્યક્તિએ દિવસમાં બે નારિયેળ પાણી પી શકે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોએ માત્ર એક જ લેવું. તો વધારે વજનના લોકોએ નારિયેળનું પાણી પીવુ પરંતુ એમા રહેલી મલાઈ ખાવી નહી.
-ચામડી સંબંધિત રોગોમાં નારિયેળના તેલમાં લિંબુનો રસ મેળવીને કપૂર સાથે લેપ કરવાથી લાભ થાય છે, નારિયેળ પાણી શૂગર લેવલને ઓછું કરતું હોવાથી ડાયાબિટીસમાં પણ ખૂબ ગુણકારી છે. નારિયેળ કિડની અને પથરીમાં અસરકારક હોવાથી તમામ રોગોમાં ફાયદાકારક છે.
-નારિયેળનું પાણી હાઈ બીપીને કંટ્રોલ કરતું હોવાથી બીપીના દર્દીઓ માટે નારિયેળ આશીર્વાદ સમાન છે. નારિયેળ સ્થૂળતાથી પણ બચાવે છે.
-નારિયેળનું પાણી શરીરને ઠંડું રાખે છે. શરીરના તાપમાનને યોગ્ય રાખવામાં ખૂબ મદદ કરે છે. નારિયેળનું પાણી ઊર્જાનો મુખ્ય સ્ત્રોત હોવાથી કસરત કર્યા પછી આનું પાણી પીવાથી લાભ મળે છે,
(નોંધ: આ લેખમાં વર્ણવવામાં આવેલ જાણકારી અનુસરતા પૂર્વે શરીરની તાસીર વગેરે બાબતો અને તબીબોની સલાહ પણ ખાસ પ્રકરના રોગોમાં અનુસરવી જરૂરી છે)