ખાસ ઘનિષ્ઠ ચકાસણીઓ _એટલે કે special intensive revision(SIR) હાલમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આ કામગીરીઓ બિહારમાં ચાલી રહી છે. જેમાં એક એક મતદારના નામને મતદાર યાદી અનુસાર ચકાસવામાં આવી રહ્યું છે. લાખો નામ મતદાર યાદીમાંથી કાઢી પણ નાંખવામાં આવ્યા છે. અને, મામલો સુપ્રિમ કોર્ટ મારફતે જોવામાં પણ આવી રહ્યો છે. સાથેસાથે વિપક્ષો દ્વારા બિહારમાં વોટર અધિકાર યાત્રા પણ ચાલી રહી છે. દીવાળી બાદ આ ‘સર’ ગુજરાતમાં પણ થશે અને આ માટેની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે.
ગાંધીનગરસ્થિત રાજ્ય ચૂંટણીપંચના એક અધિકારીએ જણાવ્યું છે કે, દેશમાં બિહાર બાદ હવે ગુજરાતમાં પણ 2027ની વિધાનસભા ચૂંટણીઓ પહેલાં SIR નિપટાવી લેવામાં આવશે. SIR ની કામગીરીઓ કરનાર ગુજરાત આ રીતે દેશનું બીજું રાજ્ય બનશે. જો કે આ કામગીરીઓ દેશના બધાં જ રાજ્યોમાં થશે. છેલ્લે આ કામગીરીઓ 2003માં થઈ હતી.
ગુજરાતમાં હાલ મતદાર યાદીમાં કુલ 4.90 કરોડ મતદાર નોંધાયેલા છે. આ એક એક નામની ચકાસણીઓ થશે. જે મતદારો મૃત્યુ પામ્યા હોય અને છતાં તેમના નામો કોઈ પણ કારણોસર મતદાર યાદીમાં હોય, તે તમામ નામો યાદીમાંથી દૂર કરવામાં આવશે. ઘણાં મતદારોના નામો બે અલગઅલગ જગ્યાઓ પર પણ હોય શકે છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા હાલ જ એવો આક્ષેપ પણ થયો છે કે, ગુજરાતની મતદાર યાદીમાં 62 લાખ મતદારોના નામો શંકાસ્પદ હોવાની શકયતાઓ છે.
બીજી તરફ એમ પણ જાણવા મળી રહ્યું છે કે, ગુજરાત ચૂંટણીપંચ દ્વારા આ SIR કામગીરીઓ માટે બ્લોક લેવલ ઓફિસર એટલે કે BLO અને અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓને આ કામગીરીઓ સોંપવામાં આવી રહી છે. દીવાળી બાદ આ ચકાસણીઓ શરૂ થઈ જશે. કર્મચારીઓ ઘરે ઘરે જઈ મતદારોની ચકાસણીઓ કરશે.
આ કામગીરીઓ અંતર્ગત નવા પાત્ર મતદારોના નામો ઉમેરાશે. અન્ય સ્થળે જતાં રહ્યા હોય એવા મતદારોના નામો બાદ થશે. બિહારમાં આ કામગીરીઓ સંબંધે ઘણી બબાલો ચાલે છે. વિપક્ષો સતાપક્ષ પર આરોપો પણ લગાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં પણ કોંગ્રેસ ‘વોટચોરી’ ને મુદ્દો બનાવી રહી છે અને આગામી સમયમાં બિહાર માફક ગુજરાતમાં પણ વોટર અધિકાર યાત્રા માટે આયોજન ચાલી રહ્યું છે. દીવાળી બાદ ગુજરાતમાં પણ બિહાર માફક નવાજૂની થશે ??