Mysamachar.in-રાજકોટ:
ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમેડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગ (RRI) ને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ (EI ) માં રૂપાંતરિત કરવાની કામગીરી ના લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. પ્રભાવિત થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
રદ કરાયેલી ટ્રેનો:
1) 16 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલાગુન સ્પેશિયલ
2) 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 09526 નાહરલાગુન-હાપા સ્પેશિયલ

પરિવર્તિત માર્ગ પર ચાલનારી ટ્રેનો:
1) 17 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા જંઘઈ – લખનૌ – કાનપુર સેન્ટ્રલ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
2) 19 ઓક્ટોબર, 2024ની ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ-લખનૌ-જંઘઈ ના માર્ગ પર ચલાવવામાં આવશે.
ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
