Mysamachar.in-અમદાવાદ:
તાજેતરમાં જ વેલન્ટાઈન ડે ની ઉજવણી યુવા હૈયાઓ એ પૂર્ણ કરી, પણ રાજ્યના મેટ્રોસીટીમાં વસવાટ કરતા આધેડ ને પણ પડોશમાં રહેતી મહિલા સાથે વેલેન્ટાઈન ડે ઉજવવાનું મન થયું અને મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે, શરમવિનાનો આધેડ મહિલાને ઝ્ક્ડીને ચુંબન કરવા લાગતા મહિલાએ ઇનકાર કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય પરિણીતા તેના પરિવાર સાથે રહે છે. મહિલાનો પરિવાર પહેલા અમરાઇવાડીમાં રહેતો હતો. ત્યારે તેના જ ઘર પાસે મહેશ મોદી નામનો આધેડ પણ રહેતો હતો. બાદમાં આ પરિવારે મકાન ખાલી કરી વસ્ત્રાલ રહેવા આવ્યાં હતા. પચ્ચીસેક વર્ષથી બંને પરિવારો વચ્ચે મુલાકાત થતી રહેતી હતી. જેથી બંનેના પરિવાર સાથે વાતચીત અને સંબંધ પણ રહેતા હતા.
એવામાં ગત વેલેન્ટાઇન ડેનાં આગલા દિવસે મહેશે આ મહિલાને ફોન કરીને પૂછ્યું હતું કે, ઘરે તું એકલી છે? મહિલાએ હા પાડતા જ તે સીધો ઘરે ધસી આવ્યો હતો અને બાદમાં પ્રેમભરી વાતો કરી મહિલા સાથે શારિરીક સંબંધો બાંધવાની વાત કરી હતી. મહિલાએ તેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. બાદમાં મહિલા રસોડામાં મુકવા ગઇ ત્યારે મહેશ પાછળ ગયો અને તેને મહિલાને જકડીને ચુંબનો કરવા લાગ્યો હતો. બાદમાં 14મીએ વેલેન્ટાઇન ડેનાં દિવસે મળીશું તેમ કહી આ મહેશ જતો રહ્યો હતો. બાદમાં મહિલાએ તેને ફોનમાંથી બ્લોક કરી દીધો હતો
આટલે થી ના અટકતા આધેડની હિમ્મત તો જુઓ કે વેલેન્ટાઇન ડેનાં દિવસે પણ મહેશે આ મહિલાને ફોન કર્યો હતો. એકતરફી પ્રેમનો એકરાર કર્યો હતો. બાદમાં તેને ફ્લેટની નીચે બોલાવી હતી. પણ મહિલાએ ના પાડી અને બાદમાં મહિલા ગભરાઇ જતા રડવા લાગી હતી. આ વાત મહિલાએ તેની દીકરીને કરતા પુત્રીએ આ મહેશને ખખડાવ્યો હતો. બાદમાં મહિલાએ તેના પાડોશી મહેશે કેવી હરકતો કરે છે તેની જાણ પતિને પણ કરતા ત્રણેક દિવસ બાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે મહેશ સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.