Mysamachar.in-અમદાવાદ:
વૈવાહિક જીવનમાં જો શંકાનું બીજ રોપાઈ જાય તો ના થવાનું થાય છે,એવામાં મેટ્રો સીટીમા આવા કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે,જેમાં વધુ એક કિસ્સો અમદાવામાં પણ સામે આવ્યો છે,જેમાં પતિની ઓફીસમા જ નોકરી કરતી યુવતી સાથે અફેર હોવાની શંકા રાખીને પત્ની યુવતીના નામનું અને અન્ય યુવતીઓના નામના ફેક ફેસબૂક આઈડી બનાવવાની ઘટના પરથી અંતે પોલીસે પરદો ઊંચકી લીધો છે,

સેટેલાઈટમાં વિસ્તારમાં રહેતી મંજુ (નામ બદલ્યું છે) તેણીએ ગત સોમવારના રોજ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.30-11-2018ના રોજથી પોતાના નામનું ફેક ફેસબૂક આઈડી બનાવી કોઈ વ્યક્તિ તેણીને પરેશાન કરી રહી છે.

આ ફેસબૂક આઈડી પર મંજુના પતિનો ફોટો લગાવી તેના મિત્રો અને સગાસબંધીઓને બિભત્સ અને ધમકીભર્યા મેસેજો મોકલી હેરાન પરેશાન કરવાની શરૂઆત થઇ હતી,જેના પગલે ક્રાઈમબ્રાંચે ગણતરીના કલાકોમાં એકતા પટેલ ની ધરપકડ કરી છે.એકતાએ પોલીસને જણાવ્યું હતું કે,મંજુ તેના પતિની કન્સ્લટન્સીની ઓફીસમાં ફરજ બજાવતી હતી.અને બંને વચ્ચે પ્રેમસબંધ હોવાની શંકા પોતાને હતી. જેના કારણે મંજુને હેરાન કરવા માટે પોતે આ કૃત્ય આચર્યું હોવાનું પોલીસ સમક્ષ કથન આપ્યું છે,પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
