Mysamachar.in-જામનગર
જામનગર સહીત સમગ્ર રાજ્યમાં કેટલાય લોકો એવા હોય છે કે જે પોતાના વાહનોની નંબર પ્લેટ અથવા કારના ડેશબોર્ડ પર પ્રેસ, પોલીસ, આર્મી, સહિતની પ્લેટો લગાવી અને સીન જમાવતા હોય છે, પણ આવા સીન જમાવનાર તત્વોને દુર સુધી લખાણ સાથે કોઈ સબંધો હોતા નથી ત્યારે જામનગરમાં ગઈકાલે ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પોલીસ લખેલ કારના ચાલકને રોકી તેની વિરુદ્ધ ગુન્હો દાખલ કરાવ્યો છે
જામનગર ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ગજ્જર તથા પી.એસ.આઇ તીરકર અને ટ્રાફિક શાખાના માણસો સાત રસ્તા નજીક પેટ્રોલીંગમાં હોય સાતસર્કલ પાસે ઓવરબ્રિજના નીચેના ભાગે એક શંકાસ્પદ ઈસમ સિધ્ધરાજસિહ ચાવડા ધંધો પ્રા.નોકરી રહે.જામખંભાળીયા,યોગેશ્વર નગર વાળા કાળા કાચવાળી બ્લેક કલરની કાર નંબર GJ-04-CR-0003માં આગળના ડેશબોર્ડના ભાગ પર “પોલીસ” લખેલું બોર્ડ મૂકેલું હોય જે અંગે પૂછપરછ કરતાં પોતે પોલીસના હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ ઊભી કરેલ હોય ઉપરોક્ત ઈસમ વિરૂદ્ધમાં જામનગર સીટી “સી” પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 170 તથા એમ. વી.એક્ટ કલમ 170, 177 મુજબ ફરિયાદ આપી ટ્રાફિક શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે