Mysamachar.in-અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જે 21 દિવસ આવતીકાલે પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્યમાં લોકડાઉન વધશે કે કેમ તે અંગે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્રકારો દ્વારા સવાલ કરવામાં આવતા તેવોએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના કેટલાય રાજ્યોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં મુખ્યમંત્રીઓ દ્વારા લોકડાઉન વધારાવા માટે ભલામણ હતી, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં શું એક્શન પ્લાન હોય તે પણ કેન્દ્ર સરકારને સોંપવામાં આવ્યો છે, અને આ અંગેની કેન્દ્ર અને રાજ્ય સરકાર જાહેરાત આવતીકાલે કરશે તેમ ગૃહમંત્રી એ કહ્યું હતું.