Mysamachar.in-સુરત
ક્યારેક એવા અજીબોગરીબ કિસ્સાઓ સામે આવે જે વિચારતા કરી દે છે, સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં પત્ની તેના પ્રેમી સાથે ભાગી છૂટ્યા બાદ પોલીસે શોધી કાઢ્યા પછી પત્ની પર વિશ્વાસ ના હોય પતિએ પોલીસ મથકમાં જ પત્નીને પ્રેમીના હાથ પર રાખડી બંધાવી અને અધૂરામાં પૂરું કરવા પત્ની પણ કમ ન હોય પતિને ચીમકી આપી કે જો ફરીથી તે ત્રાસ આપશે તો ભાગી જશે…
આખો ઘટનાક્રમ કઈક એવો હતો કે સુરતના વરાછા વિસ્તારમાં ચાર સદસ્યોનો એક પરિવાર રહે છે. જેમાં પતિ-પત્ની, 13 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે. આ પરિવાર સુખેથી રહેતો હતો. પતિ સુરતની એક કંપનીમાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે. તેમજ પત્ની સાડી પર સ્ટોન લગાવવાનું કામ કરે છે. પત્નીને સ્ટોન લગાવવાનુ કામ એક યુવક દ્વારા મળે છે. આ યુવક રોજ તેના ઘરે આવતો હતો, જેથી પત્નીનેને એ યુવક સાથે આંખ મળી ગઈ હતી,અને બંને વચ્ચે બે વર્ષ સુધી સંબંધ રહ્યો પરંતુ એક દિવસે બન્નેએ ભાગી જવાનું નક્કી કર્યું.અને ભાગી છૂટ્યા.
પત્નીએ શોધવા માટે પતિએ દસ દિવસ સુધી શોધખોળ ચલાવી હતી. પોતાના તમામ સંબંધીઓ પાસે તેની તપાસ કરાવી હતી. જો કે પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગીને તળાજા પહોંચી હતી. બીજી તરફ, પતિએ ભાગી ગયેલી પત્ની સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પતિ સુરત પોલીસ સાથે પત્નીને લેવા તળાજા પહોંચી ગયો હતો. આ વચ્ચે જોવા જેવી ત્યારે થઇ જયારે પત્નીએ પણ પરત પતિ સાથે જવા માટે સહમતિ બતાવી હતી. પરંતુ પતિને તેની આ વાત પર વિશ્વાસ ન હતો. તેથી તેણે ખાતરી કરાવવા પત્નીને તેના પ્રેમીને જ રાખવી બાંધવા કહ્યું હતું. ત્યારે પત્નીએ પોલીસ સ્ટેશનની અંદર જ પોતાના પ્રેમીને રાખડી બાંધી હતી. જોકે, બીજી તરફ પત્નીએ પણ પતિને પોલીસ મથકમાં જ ચીમકી આપી હતી કે જો ફરીથી હેરાન કરી તો પાછી ભાગી જશે.આમ આ ઘટનાએ સારી એવી ચકચાર જગાવી છે.