Mysamachar.in-અમદાવાદ
જો લગ્ન બાદ પતિ કે પછી પત્ની અન્ય સાથે સબંધો રાખે તો વહેલા કે મોડા તેના પરિણામો ખરાબ જ હોય છે, અમદાવાદમાં એક ઘટના સામે આવી છે, જેમાં મેઘાણીનગર વિસ્તારમાં એક મહિલાએ પતિનો ફોન તપાસતા પતિને અન્ય કોઈ મહિલા સાથે સંબંધ હોવાનું જાણવા મળતાં હતા પત્ની ચોંકી ગઈ હતી. આ અંગે મહિલાઓ સાસરિયાને જાણ કરતાં પુત્રનું ઉપરાણું લઈ તેના પર દહેજના નામે ત્રાસ ગુજારવાનું શરૂ થરી દીધું હતું. અને પતિએ જ મહિલાને ઉપરથી નીચે ફેંકી દીધી હતી,
મહિલાએ એ આરોપ સાથે ફરિયાદ દાખલ કરી છે કે, તેના સાસુ, સસરા અને પતિએ પેહલા માળેથી તેને નીચે પટકી હત્યાની કોશિશ કરી છે. વધુમાં મહિલાનો આરોપ છે કે, તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને જે તેને મોબાઈલમાં પકડી પાડ્યું. આ મામલે તેને પોતાના સસરા અને સાસુને જાણ કરી હતી. સાસુ, સસરાને જાણ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો અને પત્નીને માર મારી બબાલ કરવા લાગ્યો. ફરિયાદી મહિલાના લગ્ન 2010માં થયેલ અને 2 મહિના બધું સારું ચાલ્યા બાદ પતિ મહિલા પર શંકા રાખી બબાલ કરતો હતો. પરંતુ ઘર ના તૂટે તે માટે મહિલાના માતા-પિતાએ સમજાવી ઝગડો શાંત કરાવતા હતા. મહિલાને 2 બાળકો પણ છે, પરંતુ આરોપીને અન્ય સ્ત્રી સાથે અફેર હોવાનું સામે આવતા તે ઉશ્કેરાઈ ગયો અને હત્યાની કોશિશ કરી નાખી હોવાના આક્ષેપ સાથે આ મામલે પોલીસે હાલ ફરિયાદ નોંધાઈ છે. અને તપાસ ચાલી રહી છે.