Mysamachar.in-સુરત
સામાન્ય સંજોગોમાં પતિ પત્ની પર અત્યાચાર કરતો હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ સુરતના પલસાણામાં એક એવી ઘટના બની છે, જે ભારે ચર્ચાસ્પદ બની જવા પામી છે, પલસાણા તાલુકાના કડોદરામાં કૃષ્ણાનગરની સત્યમ શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બાલાકૃષ્ણ રમેશભાઈ રાઠોડ મિલમાં કામ કરે છે, જે પત્ની શીતલને દારૂ પી અવરનવર ઝઘડો કરતો હતો. શુક્રવારે બપોરે 2 વાગ્યે બાલકૃષ્ણએ શીતલ અને સાસુ સાથે ઝઘડો કરતાં શીતલે દુર્ગાનગરમાં તેના ભાઈ અનિલને બોલાવ્યો હતો. અનિલ ટેમ્પો ચલાવતો હોઈ પોતાનો ટેમ્પો લઈ આવ્યો હતો. અનિલ અને શીતલે બાલકૃષ્ણને માર માર્યો હતો, એટલેથી અટકવાને બદલે બાલકૃષ્ણને ટેમ્પો પાછળ દોરડા વડે બાંધી 2000 ફૂટ સુધી રોડ ઉપર ઘસડી જતાં અરેરાટી ફેલાઇ હતી.ઘટના જોઈ સ્થાનિકો રોડ ઉપર દોડી આવ્યા હતા અને ટેમ્પો અટકાવીને બાલકૃષ્ણને છોડાવ્યો હતો. તેની હાલત ગંભીર હોવાથી બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.