Mysamachar.in:જામનગર
એક દીકરી કેટલાય અરમાનો લઈને તેના માવતરથી સાસરિયાઓ ને ઘરે જતી હોય છે, પણ એ જ દીકરીને જયારે સાસરીયાપક્ષના લોકો દુઃખી કરી તો દીકરીની હાલત દયનીય થાય છે કેટલાક કિસ્સાઓમાં દીકરીઓ માવતર પરત ના આવવા મૂંગા મો એ ત્રાસ સહન પણ કરી લે છે જો કે અસહ્ય દુઃખત્રાસ ગુજારવામાં આવે ત્યારે આવી દીકરીઓ ના છૂટકે પોલીસ ફરિયાદ નોંધાવતી હોય છે,
જામનગરમાં પણ આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં મૂળ જામનગરની અને ખંભાળિયા ખાતે પરણેલી યુવતીને સાસરીયાઓએ સિતમ ગુજારતા નોંધાયેલ પોલીસ ફરિયાદ પર નજર કરવામાં આવે તો ખતીજા જે જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા આરીફ હુશેન ગુર્જરની પુત્રી હોય,
તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકમાં ખંભાળિયાના દસ્તગીર દાવલશા પીરની દરગાહ સામે ધોબી શેરી ન્યુ દ્વારકા ગેઇટ પાસે ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા ખાતે વસવાટ કરતા પતિ ઇનાયત ઇસ્માઇલ ભંડેરી, સસરા ઇસ્માઇલ અબ્દુલ રહેમાન ભંડેરી, સાસુ મુમતાઝ ઇસ્માઇલ અબ્દુલ રહેમાન ભંડેરી, જેઠ ઇરફાન ઇસ્માઇલ ભંડેરી રહે.બધા દસ્તગીર દાવલશા પીરની દરગાહ સામે ધોબી શેરી ન્યુ દ્વારકા ગેઇટ પાસે ખંભાળીયા જિ.દેવભુમિ દ્વારકા તથા કાકાજી સસરા હસન અબ્દુલ રહેમાન ભંડેરી રહે.દસ્તગીર ખોજા ગેઇટ સીદીકે અકબર મસ્જીદ સામે હાજીપીર ચોક જામનગર વાળાઓએ ફરીયાદી ખતીજાના લગ્નજીવન દરમ્યાન અવારનવાર નાની નાની વાતોમા તેણી સાથે ઝગડાઓ અને મારકુટ કરી ગંદી ગાળો આપી અને અંતે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદ કરનાર ખતીજાને શારીરિક-માનશીક દુખત્રાસ આપી એકબીજાની મદદગારી કર્યા સબબની ફરિયાદ નોંધાઈ છે.
જયારે બીજા મામલામાં હાલ જામનગર ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતી હેતલ રાજેશભાઇ વાડોલીયા 404 રામવાટીકા કુબેર પાર્ક સોસાયટી વેડ રોડ પ્રાણનાથ હોસ્પિટલની બાજુમાં સુરત ખાતે રહેતા પતિ કૌશિક મનસુખભાઇ સંચાણીયા, સસરા મનસુખભાઇ હંસરાજભાઇ સંચાણીયા, સાસુ દક્ષાબેન મનસુખભાઇ સંચાણીયા વિરુદ્ધ જામનગર મહિલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હેતલના લગ્નજીવન દરમ્યાન અવારનવાર નાની નાની વાતોમા તેણી સાથે ઝગડાઓ કરી હેતલને મારકુટ કરી ગંદી ગાળો આપી અને હેતલ પાસેથી અવાર નવાર રૂપિયાની માંગણી કરી શારીરિક-માનશીક દુખત્રાસ આપી એકબીજાની મદદગારી કર્યા સબબની ફરિયાદ નોંધાતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ. આર.એ.ચનીયારાએ વધુ તપાસ તજવીજ હાથ ધરી છે.