Mysamachar.in-સુરતઃ
સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર સામે પૂર્વ પત્નીએ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદમાં પૂર્વ પત્નીએ જણાવ્યું કે તેના પતિ દ્વારા મનોવિકૃતીની તમામ હદો પાર કરવામાં આવી, જેમાં ગુપ્તાંગ સાથે વિકૃત પ્રયોગ કરાવતો હતો તથા આ પ્રયોગના વીડિયો પણ બનાવતો હતો, બાદમાં તમામ હદ પાર કરતાં તેણીએ તેને છુટાછેડા આપી દીધા, જો કે ત્યારબાદમાં તેના પતિએ અશ્લિલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હેરાન કરવામાં આવી રહી છે.
પોલીસ રેકોર્ડમાં જણાવેલી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી યુવતી સાથે ચાર વર્ષ પહેલા કામરેજ ખાતે રહેતા રત્નકલાકાર ધર્મેશ વેગડ નામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા જ સમયમાં ધર્મેશે લખણ જળકાવ્યા અને પત્નીને નગ્ન તસવીરો અને વીડિયો મોબાઇલમાં મોકલવાનું કહેવાનું શરૂ કર્યું. એટલું જ નહીં એકાંત દરમિયાન ધર્મેશ પત્નીના ગુપ્તાંગ સાથે વિકૃત પ્રયોગ કરાવતો, આ પ્રયોગના તે પોતાના મોબાઇલમાં વીડિયો પણ બનાવતો. જો કે ધર્મેશે ધીમે ધીમે તમામ હદો પાર કરી દીધી, એક દિવસ એવુ કૃત્ય કરવાનું કહ્યું કે તેની પત્નીથી ન રહેવાયું અને કંટાળીને પોતાના પીયર જતી રહી. બાદમાં તેણીએ ધર્મેશ સાથે છુટાછેડા લઇ લીધા.
જો કે છુટાછેડા લીધાને બીજા જ દિવસે ધર્મેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબૂક પર દિપ પટેલ નામથી ડમી આઇડી બનાવ્યું. આ આઇડી પરથી ધર્મેશે તેની પત્નીને પુરુષોના ફોટો અને અશ્લિલ વીડિયો મોકલવાનું શરૂ કર્યું. બાદમાં મહિલાને જાણ થઇ કે આ એકાઉન્ટ તેના પતિ ધર્મેશનું જ છે અને તેણે વીડિયો અને ફોટો ન મોકલાવનું કહ્યું, પરંતુ ધર્મેશે ધમકી આપી કે તુ જ્યાં લગ્ન કરીશ ત્યાં અશ્લિલ વીડિયો મોકલીશ અને તારો સંસાર ચાલવા નહીં દઉ, આવું કહી ધર્મેશે તેની પત્નીને ફરી તેની સાથે રહેવા આવવાનું જણાવ્યું. બાદમાં ધર્મેશે તેની પત્નીને મેસેજ કર્યો કે જો સાથે રહેવા નહીં આવે તો તે દવા પીને આપઘાત કરશે અને આપઘાત પાછળ તેની પત્નીના ભાઇનું નામ લખીને જશે અને જો પોલીસ કેસ કરશે તો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે. આવા વિકૃત મેસેજ કરી ધર્મેશ તેની પત્નીને અવાર નવાર બ્લેકમેઇલ કરતો હતો. જો કે કંટાળેલી મહિલાએ તેના પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી.