Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
તાજેતરમાં ચુંટણીઓની મોસમ અને આચારસંહિતા પૂર્વે બંને જિલ્લાના મુખ્ય રોજગાર બાબતમાં અને પેટા મળીને ૬૨ હજારથી વધુને ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહાય મળી પરંતુ સવાલ એ છે કે ૧૧ વર્ષથી ગરીબ કલ્યાણ માટેના મેળા બાદ સ્વરોજગારી કે સ્વાવલંબનનું પ્રમાણ વધતું નથી કેમ કે રોજબરોજનું બે ટંકનું જમવાનું, જરૂરી પાયાની સુવિધા અને સામાન્ય પરીવહન સારવાર વગેરે માટે માસિક રૂ.૧૦ હજારની જરૂર રહે તે સ્વાભાવિક છે, ત્યારે એકલ-દોકલ કીટથી સધ્ધરતા થાય એવું કલ્યાણ ન થાય એ પણ સ્વાભાવિક છે,ચોકકસ આ મેળાઓ કંઇ કેટલાય કરાયા છે,જે તેની પરંપરા નિભાવવા માટે જ છે, સધ્ધર કરવા માટે નથી પરંતુ સામાન્ય કિટ કે સાધન સહાયથી પૂરતો નિભાવ પણ થતો નથી,
જિલ્લા તંત્રએ પૂરી પાડેલી આંકડાકીય વિગતો મુજબ ૨૦૧૬માં કુલ ૧૦૨૬૭ લાભાથીઓને રૂ.૧૮૮૩ લાખની સહાય તેમજ ૨૦૧૭માં કુલ ૨૬૮૧ લાભાર્થીઓને રૂ. ૧૪૦ લાખની સહાય જેમાં ચેક, કીટ, એસટી પાસ, સનદ, પ્રમાણપત્ર વગેરેના વિતરણ થાય છે.તેવી જ રીતે ૨૦૧૮ના વર્ષમાં અંદાજીત ૩ હજારથી વધુ લોકોને સાધનસહાય અપાય છે,જેથી ૨૦૧૬ થી શરૂ કરીને અત્યાર સુધીમાં અપાયેલ સહાયની કુલ રાશી માત્ર ૨૦૦૦ લાખથી વધુ થવા જાય છે.ખાસ કરીને સીવણકામ, કડીયાકામ, શાકભાજી, ફળ-વેચાણ, ઘર કામ, સુથારીકામ, બ્યુટી પાર્લર, પાપડ અને અન્ય જેવા કે ખાદ્ય-ચીજ બનાવવાના ઉધોગ સહિતના કામ વગેરે માટે સાધન સહાય આપવામાં આવતી હોય છે,
જયારે બન્ને જિલ્લામાં મળીને છેલ્લા ત્રણ વર્ષમાં આવી સહાય ૧,૨૫,૦૦૦ ને મળી છે. જિલ્લા પુરવઠા તંત્રના નોંધાયેલા અંકડા મુજબ બીપીએલ પરીવાર બંને જિલ્લાના ૬૦ હજારથી વધુ છે,જેથી ઍવરેજ પાંચની સંખ્યા ગણતા ત્રણ લાખથી વધુ છે, એ સિવાય વધતા જાય છે, તે અલગ તેમાંથી પ૦% સંખ્યા બાળકોની બાદ કરીએ તો ૧ લાખ ૬૦ હજારથી વધુ ગરીબ તો છે જ જેને સ્વરોજગોરની તાતી જરૂર છે.
સમાજ વિજ્ઞાનના વિશ્લેષકોના અભિપ્રાય મુજબ એક પરીવારને સહાય અપાય તે સાધન સહાય નિયમીત મળતી રહેવી જોઈ અને તે સિવાય જેમને સહાય પહોંચી નથી તેનું શું તે પણ વિચારવું જોઇઍ. તમામ નહીં પરંતુ મોટાભાગના ગરીબોને આવરી લેવા હોય તો ત્રણ વર્ષમાં રૂ. ૮૦૦ કરોડ ની કુલ સાધન સહાય ફાળવવાની જરૂર છે પરંતુ તેના બદલે જરૂરીયાત મંદ ના માત્ર પચીસ ટકાને જ સહાય મળે છે. જો કે આટલી સહાય થી પણ ગરીબી હટી નથી સમાજનુ સદ્ધરતાનુ સ્તર ઉચુ આવ્યુ નથી તેમ ઇકોનોમીક સર્વે જણાવે છે.
વંચીતોના વિકાસ સાર્થક કેમ થાય ?
ગરીબ કલ્યાણ મેળા માટેના ઢોલ એક વર્ષ પૂર્વેથી વાગવા માંડે અરજીઓ લેવાય જાય ચકાસણી થઈ જાય દરેકની તપાસ પણ ન થઈ શકે બાદમાં ફરી થાય અને ભલામણના આધારે નગરમાં વારંવાર જરૂરિયાતમંદોમાં થી થયેલા આક્ષેપ મુજબ દર હજારે વધુમાં વધુ ૨૦૦ અરજીઓ પસંદ થાય અને સહાય મેળવવાપાત્ર જુજ જ મંજુર થાય બાકીના મો વકાસીને બેસી રહે…ખરેખર જરૂર હોય તે વંચીત રહી જાય તો વંચીતોના વિકાસને સાર્થક કેમ કરી શકાશે.