Mysamachar.in-સુરત
અનલોક દરમિયાન સમયમર્યાદા સાથે થોડી છૂટછાટો આપવામાં આવી છે, એવામાં સુરતમાં એક નાસ્તાગૃહના માલિક પાસેથી ફૂડ ઇન્સ્પેકટરની ઓળખ આપી અને તોડબાજી કરવા ગયેલ ચારમાંથી એક શખ્સને પોલીસ ઝડપી પાડી ચારેય સામે ગુન્હો દાખલ કર્યો છે, કતારગામ પોલીસ પાસેથી મળતી વિગત ચંદુભાઈ ખોડાભાઈ લીંબાણી કતારગામ આંબાતલાવડી એવલોનની બાજુમાં નાગનાથ સોસાયટીમાં સી.કે.નાસ્તા ગૂહ રેસ્ટોરન્ટ ચલાવે છે. ચંદુભાઈ ગઈકાલે બપોરે રેસ્ટોરન્ટમાં હતા તે વખતે રેસ્ટોરન્ટની નીચે એક કારમાં ચાર ઈસમો આવ્યા હતા, જેમાંથી બે ઈસમોએ ગાડીમાંથી ઉતરી ચંદુભાઈ પાસે આવી પોતાની ઓળખ ફ્રુડ એન્ડ ડ્રગ્સડીપાર્ટમેન્ટમાંથી આવતા હોવાની આપી હતી. અને ચંદુભાઈને લોકડાઉનમાં રેસ્ટોરન્ટ કેમ ચાલુ રાખો છો તેમ કરી પહોચ બનશે અને પહોંચ બનાવી ન હોય તો રૂપિયા ૨૦ હજાર આપવા પડશે હોવાનુ કહી બળજબરી પુર્વક પૈસાની માંગણી કરી હતી.
જોકે ચંદુભાઈ સાથેના યુવકે તેમની પાસે આઈકાર્ડ જોવા માંગ્યું હતું, જેમા પોલ્યુશન વિભાગ લખેલુ હોવાનુ બહાર આવતા ચંદુભાઈને શંકા ગઈ હતી અને પૈસા લઈને આપવાનુ કહી પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસની ગાડી આવી હતી. જોકે તે પહેલા ચાર પૈકી ત્રણ જણા ભાગી ગયા હતા અને જયારે દિપેશ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે દુકાનદારની ફરિયાદ લઈ દિપેશ પટેલ સહિત ચારેય સામે રાજય સેવકનું ખોટુ નામ ધારણ કરી બળજબરી પુર્વક પૈસાની માંગણી કરવાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.