Mysamachar.in:જામનગર:
જામનગર સહીત સૌરાષ્ટ્રભરના શિક્ષણજગતમાં જે મામલાએ ભારે ચકચાર મચાવી છે, તે જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ “મોદીસ્કુલ” દ્વારા જામનગર શિક્ષણ વિભાગની મીઠી નજર હેઠળ શૈક્ષણિકકાર્ય મંજુરી વિના જ શરુ કરી દેવામાં આવ્યાનો મામલો સૌ પ્રથમ “Mysamachar.in” દ્વારા લોકો સમક્ષ મુકવામાં આવ્યો હતો, અને જે બાદ પણ જામનગર જીલ્લા શિક્ષણાધિકારી ડોડીયા દ્વારા આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, અને કેમરા સમક્ષ એવા નિવેદનો કર્યા હતા, કે ગાંધીનગર શાળા અપીલમાં ગઈ છે, અને ત્યાં પણ મંજુરી મળ્યાનો આધાર અમારી કચેરીને પ્રાપ્ત થયો નથી, આમ સમગ્ર મામલાને ટલ્લે ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અંતે Mysamachar.in હાથ એ પત્ર પણ લાગ્યો છે જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા સપ્ટેમ્બર માસમાં આ શાળાને ક્યા કારણોસર નામંજૂર કરવામાં આવી છે,
મોદીસ્કુલ દ્વારા ધોરણ ૧ થી ૫ ગુજરાતી માધ્યમ માટે નામંજૂર કરવાના કારણોમાં ટાંકવામાં આવ્યું છે કે
-સક્ષમ ઓથોરીટીએ માન્ય કરેલ સ્ટ્રક્ચર એન્જિયરિંગનું પ્રમાણપત્ર રજુ કરેલ નથી
-શાળાનું મકાન ટ્રસ્ટની માલિકીનું નથી
-રમતગમતનું મેદાન ટ્રસ્ટની માલિકીનું નથી
-મકાન વપરાશ યોગ્ય છે, તે મતલબનું સક્ષમ ઓથોરીટીનું પ્રમાણપત્ર રજુ કરાર્યું નથી
-જરૂરીયાર પ્રમાણે નું રમતગમતનું મેદાન નથી
-શાળામાં અગ્નિશામક ફાયર સેફટીનું અધિકૃત અધીકારીનું એનોસી મેળવેલ નથી
આ સુનાવણી દરમિયાન સંસ્થાએ તેમની રજૂઆતમાં સક્ષમ ઓથોરીટીએ માન્ય કરેલ સ્ટ્રક્ચર એન્જીન્યરીંગનું પ્રમાણપત્ર રજુ કરેલ, અને ભાડા કરાર રજુ કરેલ જેએમસીમાં બીયુપી અરજી કરેલ છે, જેની નકલ સામેલ કરેલ અને મકાનનું બાંધકામ પૂર્ણ થયાના ફોટોગ્રાફ રજુ કરેલ હતા, છતાં પણ તમામ પાસાઓને ધ્યાને લઈને શાળાનું મકાન અને રમત ગમતનું મેદાન ટ્રસ્ટની માલિકીનું નથી, સક્ષમ અધિકારીનું બીયુપી નથી આવા તમામ કારણો ને ધ્યાને લીએન પ્રાથમિક શિક્ષણ નિયામકે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા નામંજૂર ના હુકમને તારીખ ૩૦/૯/૨૦૧૯ ના પણ યથાવત રાખવામ આવ્યો છે.
-જો શાળા મંજુરી ના હોવા છતાં પણ શિક્ષણ કાર્ય ચલાવે તો…
રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ ના નિયમ ૧૮ (૫) ની જોગવાઈ અનુસાર માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય શાળામંડલ શાળા ચાલુ રાખે તો તેને રૂ.૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે,, અને ઉલ્લંધન ચાલુ રાખવાની બાબતમાં જેટલા દિવસ આ ઉલ્લંધન ચાલુ રહે તે દરમ્યાન દરેક દિવસ માટે રૂ.૧૦ હજાર સુધીનો દંડ થઇ શકે.




