Mysamachar.in-જામનગર:
જામનગરનો ખાણખનીજ વિભાગ રેતીચોરીના રેકેટને લઈને ભારે બદનામ થઇ રહ્યો છે,એક બાદ એક આક્ષેપો જામનગર ખાણખનીજ વિભાગ સામે થઇ રહ્યા છે,છતાં પણ ઉચ્ચઅધિકારીઓના પેટનું પાણી હલતું નથી,
વાત છે બે દિવસ પૂર્વે અલીયાબાડા ગામ નજીક રેતી ભરેલ ડમ્પર ચાલક અને ખાણખનીજ વિભાગના અધિકારીઓ વચ્ચે થયેલ રકજક ની અને આ રકજક બાદ દીવ્યરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં દવા પી આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો,અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અધિકારીઓ ૭૦ હજાર કેસ ના કરવાના બદલામાં માંગી રહ્યાનો આક્ષેપ પણ કર્યો હતો,
એવામાં જે તે સમયે કોઈ કાર્યવાહી ના કરીને છેક ગઈકાલે ખાણખનીજ વિભાગમા ફરજ બજાવતા અશોક ચૌધરી એ પંચકોષી એ ડીવીઝન પોલીસ મથકમાં અલીયાબાડા ગામ નજીક થયેલ રકજક બાબતે જાનથી મારી નાખવાની ધમકી અને ફરજમાં રૂકાવટ કરવા અંગે યુવરાજસિંહ જાડેજા અને અન્ય એક ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે,
ત્યારે સવાલો તો એવા પણ ચર્ચાઈ રહ્યા છે કે દિવ્યરાજસિંહ જાડેજા એ ખાણખનીજ વિભાગ પર ૭૦ હજાર માંગવાનો આક્ષેપ કર્યા બાદ જ શા માટે કલાકો વીતી ચુક્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી,જો ખરેખર અધિકારીઓ સાચા અને દુધે ધોયેલા હોય તો તાત્કાલિક જ આ ફરિયાદ કરીને તેને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ પણ ઘટનાના કલાકો વીતી ચુક્યા બાદ ફરિયાદ થવી ખાણખનીજ વિભાગ સામે પણ શંકા ઉપજાવનારું છે,
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.