Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, એવામાં આખરે રાજ્યમાં વાતાવરણમાં આવેલા બદલાવ મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. જેમાં હવામાન વિભાગે પણ માન્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી.રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા જ દેખાતી નથી, જેના કારણે આગામી સમયમાં હજુ ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હા. આગામી 5 દિવસ હવામાન ભેજવાળું રહેતા ગરમીથી રાહત મળશે. હાલ રાજ્યમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના પાછળનું કારણ રાજસ્થાન પર લો પ્રેશરથી રાજ્યમાં વાદળછાયું હવામાન બન્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યું છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જે કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની ગતિ 10 થી 15 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી. એટલું જ નહીં, તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં. પરંતુ હા…2 થી 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણમાં ભેજ છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં નથી. ગુજરાતમાં વરસાદ આવે એવી હાલ કોઈ સિસ્ટમ ઉદ્દભવી હોય તેમ પણ દેખાઈ રહ્યું ના હોવાનું હવામાન વિભાગ જણાવે છે,