Mysamachar.in-જામનગર:
જામનગરની ફુડ શાખાની ચેકીંગ કાર્યવાહી સામે વ્યાપક જનાક્રોશ ઉઠ્યો છે,એક તો નાસ્તા,ફરસાણ,મીઠાઇ,ભોજનની ગુણવતાના પ્રશ્ર્નો કેમકે બેફામ ભેળસેળ,નાસ્તા બનાવનારા ક્યુ પાણી ઉપયોગમા લે છે…તે અને ચોખ્ખાઇના અભાવ,ખાદ્યચીજો બનાવનારાઓની તંદુરસ્તી વગેરે બાબતોના ચેકીંગ કોણ કરશે તેમ નગરજનોમાંથી પ્રશ્નો ઉઠવાની શરૂઆત થઇ ચુકી છે,
જુદા-જુદા વિસ્તારોના લોકોમાંથી આ બાબતે વ્યાપક જનઆક્રોશ સાંભળવા મળ્યો છે.કેમકે સાત લાખની વસ્તીમાંથી સામાન્ય રીતે ૨ લાખ લોકો એવરેજ ૨૦ રૂપીયાનો માત્ર ૧૦૦ ગ્રામ નાસ્તો કરે તો રોજનો રૂપીયા ૪૦ લાખના ટર્નઓવરનો સાવ નજીવો ૧૦૦ ગ્રામ માથા દીઠ ગણીએ તો ૨૦ હજાર કિલોથી વધુ નાસ્તા-ફરસાણ ઉદ્યોગ અંગે તલસ્પર્શી તપાસ જનહિત -જનઆરોગ્યહિત માટે આવશ્યક છે તેમ લોકોમાં થી માંગણી ઉઠી છે
ફુડ એન્ડ સેફટી એક્ટ મુજબ દરેક પાસા જેમા ખાદ્યચીજોનુ રો-મટીરીયલ, પાણી, સ્થળ, બનાવનારા,પેકીંગ,શુદ્ધતા,આરોગ્ય તપાસણીઅને બનાવનારના ફીટનેસના સર્ટીફીકેટ વગેરે તેમજ ખાધચીજો ઉપર માખી-મચ્છર-જંતુ ન બેસે,ધુળ ન ઉડે વગેરેની કાળજી આ દરેક બાબત ચેક કરવી ફરજીયાત છે.
લોકોના આભિપ્રાય છે કે અમુક ફેમસ નાસ્તા-ફરસાણ-શાક-મીઠાઇ બ્રાન્ડના બનાવવાના સ્થળ જો ચેક કરાય તે બનાવનારા અને રીત જોવાય તો સુગ ચડશે એ નાસ્તો કોઇ દિવસ આરોગવાનુ મન નહી થાય,હવે નાગરિકોની આ શંકા,આશંકાના સમાધાન તો તંત્ર જ કરી શકે પણ ઈચ્છાશક્તિ હોય તો અન્યથા જૈસે થે…
ચોક્કસ સ્થળોએ જ તપાસની ફેર ફુદરડી…
ફુડ શાખાના કહેવાતા જાંબાઝ અધિકારીઓનુ તપાસનુ દર વર્ષનુ લીસ્ટ તપાસાય તો દર વખતે ચોક્કસ ફરસાણ, મીઠાઇ, નાસ્તા, પાણી પેકીંગ, આઇસ, ફ્રુટ ,શાકભાજી,અનાજ,મસાલાના સ્થળોજ તપાસાવામાં આવે છે.,જ્યારે ખરેખર શહેરનો ૧૩૨ ચો.કીમીના વિસ્તારમા તમામ ખાદ્યચીજોના સ્થળ ચેકપણ થતા નથી અને દરેક પાસે રજીસ્ટ્રેશન કે લાયસન્સ પણ નથી એમ જાણકારો જણાવે છે.
ફુડ શાખાના ભ્રષ્ટાચારની તપાસ જ ન થઇ
ઉપરોક્ત જન આરોગ્ય સાથે ચેડા થાય છે એ સ્પષ્ટ છે અને તંત્ર જો આંખ આડા કાન જો તંત્ર કરતુ હોય તો તે વિનામુલ્યે કે વિનાકારણે ન જ થતુ હોય માટે જ મહાપાલીકાની જનરલ બોર્ડ જેમા નાગરીકોના પ્રશ્નોને વાચા મળે છે,તેમા સિનિયર નગરસેવકે ફૂડ શાખા સામે બેફામ ભ્રષ્ટાચાર અંગે જનહિતમા વેદનાસભર આક્રોશ ઠાલવ્યો હતો અને તપાસ માંગી હતી પરંતુ તપાસ થયાનુ કંઇ જાહેર થયુ જ નહી એ બાબતને નગરજનોની કમનસીબી ગણવી કે…?