Mysamachar.in-જામનગર
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં અને દેશમાં શાસનમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા આયામો ઉમેરાયા જેમાં મહિલા સશક્તિકરણ શાળા અને શિક્ષણ ઉત્સવ સ્વચ્છતા ગ્રામ્યજીવન ઉત્કર્ષ ખેતી અને ખેડૂતની પ્રગતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી વિકાસ પાણી અંગે સ્વાવલંબીતા……વગેરે વગેરે ત્યારે મહિલા સશક્તિકરણની વાત કરીએ તો જામનગરના સાંસદ પૂનમબેન માડમ એમ લોકો એકી અવાજે કહે તેમ રાજકીય વિશ્લેષકોની સમીક્ષા છે
લોકસભાની ચુંટણીઓના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે જામનગર લોકસભા બેઠક માટે વર્તમાન સાંસદ પૂનમબેન માડમને અન્ય જે કોઈ નામો ચાલી રહ્યા હતા તેને બાજુએ મૂકી ભાજપ પક્ષે લોકસભામાં સતત ત્રીજી વખત તક આપી છે, પૂનમબેન માડમ વર્ષ 2012 માં પ્રથમ વખત ખંભાળિયા બેઠક પરથી વિધાનસભાની બેઠક પરથી પણ જંગી લીડથી ચૂંટાયા હતા અને તેવોની લોકપ્રિયતાનો પરિચય આપ્યા બાદ તેઓને વર્ષ 2014 માં લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તેમના કૌટુંબીક કાકા વિક્રમભાઇ માડમ સામે ભાજપે ઉતાર્યા હતા, જેમાં કાકાને પરાજય આપી પૂનમબેન માડમ સૌપ્રથમ વખત 2014 માં વિજેતા થયા હતા જે બાદ વર્ષ 2019 માં યોજાયેલ લોકસભા ચુંટણીમાં પણ તેઓને ભાજપે તક આપી હતી જેમાં કોંગ્રેસ પક્ષના મુળુભાઇ કન્ડોરીયાને પરાજય આપી તેવો વિજેતા થયા બાદ વધુ એક વખત પૂનમબેન જ હાલારની આ સીટ પર યોગ્ય છે તેવું માની ભાજપ પક્ષે સતત ત્રીજી વખત તેમની પસંદગી કરી છે.ત્યારે જામનગર અને દ્વારકા જીલ્લાના મતદારોમાં હરખ છે તેવો અભિપ્રાય મળ્યો છે,.
પૂનમબેન સ્નાતક છે વાંચન ચર્ચા ડીબેટ સંશોધન પ્રવાસ જરૂરી વિષયોના ઉંડા અભ્યાસ ભાષાઓની નિપુણતા વગેરે ગુણો ધરાવે છે સાથે સાથે પ્રજાના નેતા તરીકે દરેકની રજુઆત સાંભળે છે સત્ય સાર સમજે છે અને જરૂરી રીતે આગળ વધે છે કેમકે તેમના પિતાનો વારસો છે નેતૃત્વના ગુણ જનસેવાના ગુણ ચુંટાયેલા જનપ્રતિનિધીના ગુણ તેમનામાં છે તેમ સૌ જાણે છે
નવી દિલ્હીના સુત્રોના વખતો-વખતના સમીક્ષાપત્રો મુજબ રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર આભાર પ્રસ્તાવ સંબોધન હોય, કેન્દ્રીય અંદાજપત્રની સમીક્ષા કરવાની હોય, નવા કાયદા-બીલ રજુ થાય તેનુ સમર્થન તેમજ તેના વિષે બોલવાનુ હોય પ્રશ્નોતરી કરવાની હોય, વિદેશમાં ભારતનું સંસદસભ્ય તરીકે અલગ અલગ મુદાઓ પર પ્રતિનિધિત્વ કરવાનું હોય, સરકારની યોજનાઓને ખરા અર્થમા સાકાર કરવાની હોય તેમના વિસ્તારના કામો દિલ્હીમા ક્યા ક્યા પહોંચ્યા તે અંગે ભલામણ કરવાની હોય સાથે સાથે વિશ્વની સૌથી મોટી એવી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની ઉજવણીના શુભારંભમા કાર્યકર્તાઓને જોમ-જુસ્સો આપવાનો હોય, વડાપ્રધાનનુ આહવાન ઝીલી સંસદીય વિસ્તારમા સમગ્ર તંત્રને પ્રોત્સાહીત કરી રાષ્ટ્રીય દરેક અભિયાન જેમકે હેલ્થ મેલા ખેલ મહોત્સવ સ્વચ્છતા જનસંવાદ જનસંપર્ક દિવ્યાંગ સેવા જાગૃતિ યાત્રા શહીદોને વિરાંજલિ વગેરે તમામ રાષ્ટ્રીય ઝુંબેશને વેગવંતી કરવાની હોય અને બાળકો-બહેનોને ઉમળકાભેર મળી જાત માહિતી મેળવવાની હોય કે નગરમા રથયાત્રાને પ્રસ્થાન કરાવી સનાતન પરંપરાને આદર આપવાનો હોય, વગેરે દરેક આયામોથી 12-જામનગર લોકસભાના લોકલાડીલા અને લોકસભામાં સતત બે વખત પ્રચંડ જનમત મેળવી હંમેશા લોકોની વચ્ચે રહેનારા સાંસદ બેન પૂનમબેન માડમનો અભિગમ પ્રજાભિમુખ રહ્યો છે જેને પક્ષનું મોવડીમંડળ- બખૂબી જાણે છે, માટે જ તેવોને ત્રીજી વખત તક આપવામાં આવી છે,
પૂનમબેન માડમના વક્તવ્ય-નિવેદન-રજુઆતના સંદર્ભમા પ્રત્યુતર આપવાના-પ્રજાપ્રશ્નોને નિરાકરણ માટે ઉચ્ચકક્ષાએ યોગ્ય રીતે પ્રસ્તુત કરવા એક આગવો અને વિશીષ્ટ અભિગમ છે. માટે જ તેમને સતત ત્રીજી વખત લોકસભામાં ઉમેદવારીની તક મળી છે પૂનમબેનની આવી અનેક અને દરેક બાબતો સુચારૂ અભ્યાસ અને ચિંતનસભર હોય છે અને બહોળા જન સમુદાયને તેમજ દરેક વર્ગને અભિભૂત કરનારી બની રહે છે, આ જહેમતના કારણે જ દ્વારકાથી માંડી દિલ્હી સુધી વિકાસના રોડમેપને સાકાર કરાવી હાલારના બંને જિલ્લા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમજ સમગ્ર સંસદીયક્ષેત્રની સંતોષકારક પ્રગતી માટે છેલ્લા દાયકામાં ગતિશીલતા આવી છે,
એકંદરે આમરણથી ઓખા સુધીના પ્રજાજનોના પ્રાણપ્રશ્નોને ગંભીરતા લેનારા, સંગઠનની સાથે કદમ મિલાવતા, કેન્દ્ર સરકારની યોજનાઓના લાભાર્થી સુધી લાભ મળે તે માટે સતત સક્રીય રહેતા એવા પૂનમબેન માડમને ગ્રામ્યથી માંડી શહેર સુધીના તમામ વિસ્તારોમા અને સમારોહ-સેમિનાર-ઉદધાટન-લોકાર્પણ-સાંસ્કૃતિક અને ધાર્મિક આયોજનોમા આવકારવા બાળકોથી માંડી મોટેરા સહિત જન જનમા અવિરત અનેરો ઉમળકો જોવા મળે છે.બે દિવસ પૂર્વે જયારે તેમનું નામ લોકસભા 2024 માટે પ્રથમ યાદીમાં જાહેર થયું ત્યારે પણ સમર્થકો અને લોકોનો ઉત્સાહ એવો હતો કે જામનગરમાં દિવાળી હોય તેટલી આતશબાજી થઇ હતી.
-જનસેવાની સંવેદનશીલતા
પૂનમબેન માડમ જેઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકલાડીલા સાંસદ છે અને 2010 થી તેઓએ તેમના સદગત પિતા હેમતભાઇ રામભાઇ માડમની સ્મૃતિમા અવિરતપણે વિવિધવ સેવાયજ્ઞ પ્રજ્વલીત રાખ્યા છે માટે સવા દાયકાનો અવિરત સેવાયજ્ઞ છે અને બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમા તેમજ જામનગર સીટી એમ દરેક વિસ્તારમાં છવાયેલા છે, શિક્ષણ, આરોગ્ય, ગૌસેવા તેમજ જનસેવાના દિવ્યાંગ સેવાના અનેકવિધ પ્રકલ્પો સાથે દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જામનગરના સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ અને સંસદસભ્ય પૂનમબેન માડમના નેજા હેઠળ સેવાકાર્યની સતત સરવાણી વહે છે સાથે સમ્માન અને આરાધનાનો સમન્વય પણ આ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે જે સર્વવિદિત બાબત છે.