Mysamachar.in-અમદાવાદ:
રાજ્યભરમાં સહકારી મંડળીઓ અને સભાસદોને એવી સૂચનાઓ આપવામાં આવી છે કે, સૌએ જિલ્લાની મુખ્ય સહકારી બેંકમાં ફરજિયાતપણે ખાતાં ખોલાવવાના રહેશે. આ બાબતે રાજ્યના સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ પરિપત્રને વડી અદાલતમાં પડકારવામાં આવતાં અદાલતે સરકારને નોટિસ મોકલી છે.
વડી અદાલતમાં આ રિટમાં જણાવાયું છે કે, આ પરિપત્ર રિઝર્વ બેન્કની માર્ગદર્શિકાનો ભંગ કરે છે. ઉપરાંત આ પરિપત્ર ગુજરાત કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ-1961ની જોગવાઇની પણ વિરુદ્ધ છે. અને, આ પરિપત્ર સતા બહારનો છે. વડી અદાલતે આ બાબતે સરકારને નોટિસ મોકલાવી છે.(symbolic image)