mysamachar.in-જામનગર
જામનગર લોકસભાની બેઠક લડવા માટે ઇચ્છુક એવા હાર્દિક પટેલને હજુ તો પક્ષ દ્વારા સતાવાર ઉમેદવાર જાહેર કરવામા આવ્યો નથી,પણ છતાં પણ જામનગરના અમુક મુદ્દાઓ અને ખાસ કરીને બેરોજગારી,કંપનીઓમા યુવાઓને નોકરી સહિતના મુદ્દાઓ પર હાર્દિકનું ધ્યાન કેન્દ્રિત છે,અને હાર્દિક જામનગર મા પ્રવાસો પણ ખેડી રહ્યો છે,તો કયાંક હાર્દિક નો લોકો દ્વારા તો ક્યાંક પક્ષમાં પણ વિરોધ થઇ રહ્યો હોય તેવું પણ સામે આવે છે,

વાત છે બુધવારના રોજ હાર્દિક પટેલના જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલા શુભેચ્છા મુલાકાતના કાર્યક્રમની…આ કાર્યક્રમ એટલા માટે આયોજિત થયો હતો કે હાર્દિકનો પરિચય પક્ષના આગેવાનો,કાર્યકરો,કોર્પોરેટરો સહિતના તમામ સાથે તેનો પરિચય થાય પણ આ કાર્યક્રમમા પોતાને વાત વાતમાં ૨૫ વર્ષનો યુવાન છુ,એવો શબ્દપ્રયોગ કરતો હાર્દિક યુવા અને વિદ્યાર્થીપાંખને જ ભૂલી ચુક્યો હોવાનો ચણભણાટ યુવા અને વિદ્યાર્થી પાંખમાં શરૂ થયો છે,

ખરેખર કોઈ નેતા આવતા હોય ત્યારે પાર્ટીના પ્રોટોકોલ મુજબ વિદ્યાર્થી અને યુવા પાંખને પણ સ્ટેજ પર સ્થાન મળતું હોય છે,પણ જે કાયમી યુવાઓ અને બેરોજગારી ના પ્રશ્નો ઉઠાવે છે એવી જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસની ટીમને વિસરી જઈને તેની કોઈ ગણના જ હાર્દિક દ્વારા કરવામાં ના આવતી હોય તેમ પાછળ ખાલી ખુરશીઓમા બેસાડી દેવામાં આવ્યા હતા,હવે આ બાબતને સંકલન નો અભાવ કહો કે જાણીજોઈને રાખવામાં આવેલું અંતર,?

આટલું અધૂરું હોય તેમ યુથ કોંગ્રેસ કે એનએસયુઆઈ પ્રમુખ સાથે હાર્દિક પટેલે શુભેચ્છા મુલાકાત નો કાર્યક્રમ હોવા છતાં પણ મુલાકાત ના કરી તે બાબતને શું સમજવું..?ખરેખર વાત વાતમાં પોતાને ૨૫ વર્ષનો યુવા ગણાવતો હાર્દિક પક્ષની બે મહત્વની પાંખો ને ગાંઠતો ના હોય કે પછી જાણીજોઈને તેને નજરઅંદાજ કરી રહ્યાનું સામે આવતા બને પાંખમાં થી ભલે કોઈ ખુલીને બહાર આવીને બોલતું ના હોય પણ આ બાબતે આંતરિક ઉભરો જરૂર થી લીધો છે.
