Mysamachar.in-સુરત
સુરતમાં લગભગ કોઈ લેડીડોન ભુરીના નામથી અપિરિચિત નહિ હોય વારંવાર પોતાના કોઈ ને કોઈ કારનામાઓને લઈને લેડીડોન ભૂરી એટલે કે અસ્મિતા વિવાદમાં આવતી રહી છે અને પોલીસ ચોપડે પણ ચડે છે, એવામાં ફરી આવું જ કઈક થયું છે, ભુરીના જીવનમાં તેનો પૂર્વ પ્રેમી માથાનો દુ:ખાવો બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. સુરતના વરાછા વિસ્તારમાં લુખ્ખાગીરી કરી અને લેડી ડોન તરીકેની કુખ્યાત છાપ ઉભી કરનાર ભુરી આજકાલ ફરી વિવાદોમાં સપડાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભુરીએ પ્રેમી ભુરા સાથે પ્રેમ સંબંધ તોડી અને પોતાની જ ગેંગના રાહુલ સાથે દોસ્તી કરી લેતા ભુરો વિફર્યો છે. ગઈકાલે તેણે ખૂબ હંગામો મચાવ્યો હતો.
વરાછામાં જાહેરમાં ટપોરીગીરી કરતી અસ્મિતા ઉર્ફે ભૂરીએ જૂના પ્રેમી સંજયભૂરાને છોડી દઈ તેની જ ગેંગના સાગરીત સાથે દોસ્તી કરી લેતા ભૂરાએ રાત્રે વરાછાની વર્ષા સોસાયટીમાં હંગામો કર્યો હતો. ગેંગના જ સાગરીત રાહુલ ઉર્ફે ગોધાને ત્યાં રાત્રે રોકાઈ ગયેલી ભૂરીને તમાચા મારી તેની નવી મોપેડની તોડફોડ કરી હતી. હંગામા બાદ ભાગવાના ચક્કરમાં પહેલા માળેથી કૂદવા જતાં સંજયનો પગ ભાંગી જતાં પોલીસે તેને પોલીસ તેને હોસ્પિટલ ભેગો કર્યો હતો.
છેલ્લાં કેટલાંક વખતની ભૂરીએ ભૂરાનો સાથ છોડી દઈ સાગર સાથે વેલંજામાં રહેવા લાગી હતી. પરંતુ ગુરુવારે રાત્રે વર્ષા સોસાયટીમાં ગેંગના જ એક સાગરીત રાહુલ ઉર્ફે ગોધાના ઘરે પાર્ટીમાં ભૂરી જોવા મળતાં ભૂરો ઉશ્કેરાયો હતો. રાત્રે દસ વાગ્યે માથાકૂટ કર્યા બાદ સવા એક વાગ્યે પરત આવી ભૂરીની મોપેડની તોડફોડ કરી ભૂરીને પણ તમાચા માર્યા હતા. તું મારી નઈ તો કોઈની ય નહીં કહી હંગામો કર્યા બાદ પહેલા માળેથી કૂદવા જતાં સંજય ભૂરાનો પગ ભાંગી ગયો હતો.આમ લેડીડોન તરીકે પ્રખ્યાત ભૂરી ફરી ચર્ચામાં આવી છે.