Mysamachar.in-જામનગરઃ
મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે જો હનુમાજીની પુજા કરવામાં આવે તો ઇચ્છિત ફળ મળે છે. જ્યોતિશાસ્ત્ર અનુસાર મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત છે. જેને સાહસ, બળ, ઉર્જા, જમીન, મકાનનો કારક માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીને સિંદુર અને તેલ અર્પિત કરો. જે રીતે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ અને સ્વામીની લાંબા આયુ માટે સિંદૂર લગાવે છે એ જ રીતે હનુમાનજી પણ પોતાના ભગવાન શ્રીરામ માટે પૂરા શરીરમાં સિંદૂર લગાવે છે. જે વ્યકિત મંગળવાર અને શનિવારના દિવસે હનુમાનજીની સિંદૂર અર્પિત કરે છે તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. કોઇ પણ પીપળાનાં ઝાડને જળ ચઢાવી અને સાત વખત પરિક્રમા કરો. ત્યાર બાદ પીપળના ઝાડ નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. પીપળાના 11 પાન પર હળદર કે ચંદનથી શ્રી રામનું નામ લખીને હનુમાન મંદિરમાં અર્પિત કરવાથી પણ ફાયદો મળશે.
મંગળવારના દિવસે દાનનું ઘણું મહત્ત્વ છે. આ દિવસે મધ, સિંદુર, લાલ ફુલ, મસૂરની દાળ, લાલ મરચી, ઘઉં, કેસર, તાંબુ વગેરેનું દાન કરવાથી મનુષ્યને દરેક પ્રકારનાં શારીરિક અને માનસિક રોગોમાંથી છુટકારો મળે છે અને તેઓ શાંતિનો અનુભવ કરે છે.કોઇ પણ હનુમાન મંદિરમાં જાઓ, ત્યારે સાથે નારિયેળ લઇને જાઓ. મંદિરમાં નારિયેળે તમારા માથા પરથી સાત વખત ફેરવો. ત્યારબાદ આ નારિયેળ હનુમાનજીની સામે ફોડી દો. આ ઉપાય કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થઇ જશે. શનિવારના હનુમાનજીના મંદિરમા 1 નારિયળ પર સાથિયો બનાવી અને હનુમાનજીને અર્પિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાનજીની સામે મંગળવાર અને શનિવારની રાતે ચાર દિવેટનો દિવો કરો. આ એક નાનો પરંતુ ચમત્કારી ઉપાય છે. આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો ઘર-પરિવારની તમામ મુશ્કેલીઓનો સમાપ્ત થઇ જશે.