Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દ્વારકા જિલ્લામા પ્રથમ વખત બની રહેલા સીગ્નેચર બ્રીજનુ કામ ધીમે-ધીમે ચાલે છે એ તો ઠીક પરંતુ હવે તેમાં ખર્ચનો જંગી વધારો થયો છે અને સરકારએ વધારો આપશે ત્યારે સવાલ એ છે કે ટેન્ડર મુજબ કામ અપાયા બાદ અને કામ ચાલે છે ત્યા વળી ખુબ મોટી રકમનો વધારો કેમ થયો છે.? કેમકે આ બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ પ્રોજેક્ટનો ખર્ચો 198 કરોડ વધી ગયો છે સવાલ એ થાય છે ત્રણ વર્ષમાં બ્રિજના ખર્ચમાં 25 ટકાનો વધારો કઇ રીતે થઇ ગયો? તેમ પ્રજા પૂછે છે કે જ્યારે ટેન્ડર અને કોન્ટ્રાક્ટર બધુ નક્કી થઇ ગયું તો હવે 200 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ વાજબી છે?
ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે્ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રીજ રૂ. 764કરોડના ખર્ચે તૈયાર થવાનો હતો હતો. પરંતુ તેના ખર્ચમાં 198 કરોડનો વધારો નોંધાયો છે. તેથી હવે તેનો ખર્ચ રૂા.962.83 થશે માટેટેન્ડર-કોન્ટ્રાકટર નક્કી થયા પછી 25 ટકાનો વધારો કેવી રીતે થાય તે ચર્ચા એક્સપર્ટોમા થાય છે 2017ના વર્ક કમ્પલીશન ટેન્ડર સર્ટિફિકેટ મુજબ બ્રીજ બનાવવાનો ખર્ચ રૂ. 764 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો.જે હવે 962 કરોડ થયો છે. હવે પ્રશ્ન તે ઉભો થાય છે કે ટેન્ડર પડ્યા પછી, કોન્ટ્રાક્ટર નક્કી થયા પછી કેવી રીતે 3 વર્ષમાં 25 ટકાનો ખર્ચ વધી ગયો છે હવે આ પ્રોજેક્ટનો અંદાજે 200 કરોડ જેટલા ધરખમ રકમનું વધારાનું ભારણ કોના માથે આવશે?
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ અને ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે નિર્માણ પામી રહેલા કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવા માટે 2017માં ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું અને ઉપલબ્ધ દસ્તાવેજો મુજબ 764.17 કરોડના ખર્ચે અંદાજિત ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ હતું અને 764 કરોડમાં ટેન્ડર કોન્ટ્રાક્ટ નક્કી કરવામાં આવ્યો હતો આ સાથે 2.61 કરોડના ક્ન્સલટિંગ ફી ટેન્ડર ક્ન્સલટન્ટને આપવામાં આવ્યા હતા. ટેન્ડર ક્ન્સલટન્ટનું વર્ક કમ્પલિશન સર્ટિફિકેટ મુજબ પ્રોજેક્ટ 764 કરોડમાં પૂર્ણ કરવાનું હતું તે રીતે જ કામ આગળ વધારવાનુ છે અને બ્રિજ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનો હતો.
પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજેતરમાં ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે થઇ રહેલા ભારતના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજના કામનું નિરીક્ષણ કરવા હોવરક્રાફ્ટ દ્વારા પહોચ્યા હતા ત્યારબાદ ખાસ કઇ ઝડપ વધી નથી ઉલટુ કોસ્ટ વધી છે તે આશ્ર્ચર્ય સાથે સવાલવાળી બાબત બની છે. આ બ્રીજ બનવાથી ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે આવાગમન માટે નિર્માણ થઇ રહેલ છે આ બ્રીજનું નિર્માણ થવાથી દ્વારકા-બેટ દ્વારકાના દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સ્થાનિક રહિશોને આવાગમનમાં સરળતા રહેશે. બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500.00 મી. (ભારત દેશમાં આ પ્રકારનો સૌથી મોટો ગાળો તથા 130.00 મી. ઊંચા બે પાયલોન છે)ની છે પરંતુ પ્રોજેક્ટ કોસ્ટ વધારો કઇક નિર્દેશ કરે છે.