Mysamachar.in-જામનગર:
ગતવર્ષ ચોમાસું નબળું રહેતા હાલારના ગ્રામીણ વિસ્તારો તો ઠીક પણ શહેરમા પાણીની રાડ બોલી જવા પામી છે,અને તંત્ર માત્ર નર્મદા ભરોષે રહી ને લોકોને માત્ર ઠાલા આશ્વાસનો આપે છે,પણ આવી સ્થિતિ વચ્ચે જો વેચાતું પાણી મેળવવું હોય ફોન કરતાની સાથે જ મળી જાય છે,તો પાણીની તકલીફ કયાં આવી? તંત્રએ જે ટેન્કર પહોંચાડવાના હોય છે તે અનિયમીત મળે છે,તેમાંય ઓછા પાણી મળે છે,ખુબ જ ગેપ આવે છે, બગાડપણ થાય છે,જે સર્વવિદિત છે…
જયારે વેચાતું આવતુ પાણી સુયોજીત રીતે બગાડ વગર જેટલા ટાકા-ટાકીઓમાં પાણી ભરવાના હોય તે ભરાઇ જાય છે,આ સ્થિતિ અંગે તંત્ર અજાણ હોય તેવું માનવાને કારણ જ નથી ત્યારે પ્રશ્ર્ન છે કે,પાણીની શોર્ટેજ વચ્ચે વેચાતા પાણીના ટેન્કર ટાંકાના પાણીનો જંગી જથ્થો આવે છે કયાંથી? અને તંત્ર તેની જવાબદારી મુજબ ટેન્કર આપી કેમ શકતું નથી?
જામનગર શહેર અને જિલ્લામાં રોજના ૯૦૦થી વધુ વાહનો, વેચાતા પાણીના ધમધમાટ કરતાં દોડે છે,આ તમામ વાહનો મોટાભાગે અધિકૃત રીતે પાણી મેળવીને જ દોડતા હોય તેવું માનવાને કારણ નથી કેમ કે તંત્ર દ્વારા પાણી વેચાતું આપવા માટેના સ્થળ નિયત કરાયાનું જાહેર કર્યુ નથી અને આવા સ્થળ કદાચ નિયત થાય તો પણ પાણી વેચાતું આપવાની તંત્રની મર્યાદા હોય છે.,
બીજી તરફ તળના પાણી પણ ઊંડા ગયા હોય પાણી વેચાતા લેવાની જરૂરિયાત વધુ છે.ત્યારે તળમાં પુરતા પાણી છે જ નહીં માટે વેંચાતું પાણી આપતા વાહનો કેવી રીતે પાણી લાવતા હશે તે સમજી શકાય તેવી બાબત છે,આવા પાણીના નાની ટાંકી, મોટા ટાંકા, ટેન્કર અને બેરલના સ્વરૂપે પાણી વેચાય છે જેના લોકોની જરૂરિયાત અને ઝડપ મુજબના ચાર્જ લેવાય છે.
હાલારમાં સરકારી ફેરા બસ્સો અને ખાનગી હજાર..!
જામનગર જિલ્લામાં છેવાડાના વિસ્તાર તો ઠીક શહેરના અનેક વિસ્તારો ખાસ કરીને આવાસો અને નગરસીમના વિસ્તારોમાં પીવાના પાણીની તકલીફ હોઇ ૫૬ ટેન્કરો સમગ્ર જિલ્લામાં મળી બસ્સો જેટલા ફેરા કરે છે,તેની સામે ખાનગી પાણીના જિલ્લાના રોજના એક અંદાજ મુજબ હજાર ફેરા દોડે છે.ત્યારે સહેજે પ્રશ્ર્ન થાય કે આ પાણી સમયસર આવી જાય છે,અને સરકારી પાણી સમગ્ર દિવસમાં ગમે ત્યારે આવે તે માટે લોકોએ રાહ જોવી પડે.
પાણીનો વેપલો, સાંઠગાંઠ, મીઠી નજર હેઠળ
જેમ ભ્રષ્ટાચાર એ કંઇ નવીન બાબત નથી તેમ પાણી ચોરી પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર છે,પ્રતિબંધીત એવા ડેમ, કેનાલ, નદી, નાળા સાઇડ ઉપર બોર બનાવી તેમાંથી પાણી મેળવાઈ રહ્યાની ચર્ચાઓ છે,તે ઉપરાંત ડેમમાંથી, ડેમના સ્થળમાંથી, કેનાલોમાંથી, સરકારી પાણીના સમ્પ અને ફીલ્ટર પ્લાન્ટ વગેરેમાંથી પાણી ચોરી થાય છે કેમ તેની તપાસ પણ એટલા માટે જરૂરી છે કેમ કે કયાંય કાયમી સીકયોરીટી નથી બીજુ એકલ-દોકલ કર્મચારીઓ હોય છે જે કાં તો દબાઇ જાય કાં તો પ્રલોભનમાં આવી જાય તેવું બનતું હોય શકે તેમ જાણવા મળે છે.