Mysamachar.in:જામનગર:
જામનગર શહેરમાં થતા ડામરના રોડના નવા કામો અને પેચવર્ક સહિતના કામો કેટલીય વાર ચર્ચાઓમાં આવતા રહે છે, ગત ચોમાસા બાદ શહેરના આંતરિક રસ્તાઓ તો ઠીક પણ મુખ્ય રસ્તાઓની હાલત જામનગરના શહેરીજનોને સુપેરે યાદ હશે મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાને ડામરના કામોમાં ખુબ રસ છે પણ કામોમાં લોટ પાણી અને લાકડા થાય તે અંગે શું પગલાઓ લેવામાં આવ્યા તે કાર્યવાહી શાખા ક્યારેય જાહેર કરતી નથી એવામાં મામલો એક એવો સામે આવ્યો કે જ્યાં ડામરના ઢગલા મુખ્ય રોડ પર જોવા મળ્યા…! શહેરના મહાપ્રભુજી બેઠકથી ઠેબા ચોકડી સુધી આવું કેમ..? કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ..?

જામનગર સીટીમાં રોડ તેમજ પેચ વર્કના કામો હાલ ચાલે છે જેમાં ઠેકેદારો દ્વારા ડામરનું મટીરીયલ ગમે ત્યાં રોડની સાઈડમાં ખાલી કરી નાખવામાં આવે છે, તેવી ફરિયાદો ઉઠી છે રોડના કામો સાથે સંકળાયેલ જાણકારો કહે છે કે જોઈ તો માલ જ એટલે કે (ડામર) સાઈટ પર મગાવાનો હોય કારણ કે જે માલ સાઈટ પર આવે તેના ટન લેખે જે તે ઠેકેદારને પૈસા મનપા ચુકવતી હોય છે પણ આ રીતે રસ્તા પર ખુલ્લેઆમ પડેલ ડામરના પણ ચૂકવાઈ ગયા હશે તેમ જાણકારો માને છે.
વધુમાં જાણકારો તો ત્યા સુધી કહે છે કે આવા મટીરીયલને આ રીતે રસ્તા પર ઢગલા કરી દેવાના બદલે અન્યત્ર પેચવર્કના કામોમાં પણ થઇ શકે તેમ હોય તો ઉપયોગ લેવો જોઈએ પણ આ તો સાહેબો છે માને તે બીજા. જો કે આવી જ હાલત સિવિલ શાખા હસ્તક બનતા રસ્તાઓની પણ છે જ્યાં સીસીરોડ બનતા હોય ત્યાની પણ છે ત્યાં પણ આ જ રીતે જે તે વિસ્તારમાં કેરણ સહિતના ઢગલા ઠેકેદારો મનફાવે ત્યાં મૂકી દે છે જેને લઈને જે તે વિસ્તારના સ્થાનિકો પરેશાની ભોગવે છે તે અંગે પણ મનપાએ વિચારી આ રીતે શહેરની શોભા બગાડવા ગમે ત્યાં મનફાવે તેમ ઢગલા કરતા ઠેકેદારો સામે કાર્યવાહી કરવી જોઈએ.
