mysamachar.in-રાજકોટ:
સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના પાટીયા ઝૂલી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ઇંગ્લિશ દારૂનું નેટવર્ક ધરાવતો અને મોટાભાગના પ્યાસીઓને ઇંગ્લિશ દારૂ પૂરો પાડતો કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીને રાજકોટના જામનગર રોડ પર મોમીન સોસાયટીમાં તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે,
રાજયભરમાં ઇંગ્લિશ દારૂનું નેટવર્ક ચલાવતા અને ૫૧ જેટલા પ્રોહીબિશનના ગુન્હામાં પકડાયેલ યાકુબ મોટાણી પર હાલમાં રાજકોટમાં છ ગુન્હા તેમજ વાપી, કામરેજ, કરજણ, નસીબપુર, વલસાડ,અમદાવાદ વગેરે જગ્યાએ મળીને ૧૩થી વધુ ગુન્હામાં અને પાસામાં વોન્ટેડ આરોપી હતો,
મળતી વિગત પ્રમાણે રાજકોટના કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ઇંગ્લિશ દારૂનો નેટવર્ક ચલાવતો હોય રાજ્યના જે ટોપ-૧૦ બુટલેગરોમાં તેનું નામ બોલાય છે અને પકડાયા બાદ જામીન પર છૂટ્યા બાદ ફરીથી અંગ્રેજી દારૂનો ધંધો શરૂ કરી નશાબંધીની નીતિને મજાકરૂપ સાબીત કરી દીધી છે,
રાજકોટનો યાકુબ જ નહીં પરંતુ જામનગરના બીજા ઘણા એવા બુટલેગરો છે જેઓ એકવખત પકડાઈ અને જામીન ઉપર છૂટેલ પછી ફરીથી દારૂનો ધંધો શરૂ કરીને ગુજરાતમાં દારૂબંધીની નીતિને મજાક બનાવી દીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.