Mysamachar.in-અમદાવાદ:
લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ છે. કોંગ્રેસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ માટે આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટિની બેઠક મળી હતી, જેમાં કેટલાક ઉમેદવારોના નામ ફાઇનલ થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અમુક નામો પર પક્ષ દ્વારા મનોમંથન ચાલી રહ્યું છે.
સ્ક્રીનિંગ કમિટિની બેઠક બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગમાં ૨૬ લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ ૨૬ ઉમેદવારોના નામ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ લિસ્ટમાં મોટાભાગે એક એક ઉમેદવારની દાવેદારી નક્કી કરવામાં આવી છે. તો ૩-૪ સીટ પર હાલ બે-બે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં હાર્દિક પટેલના નામની પણ ચર્ચા થયેલ છે. પરંતુ હાર્દિક પટેલ કઈ બેઠક ઉપર ચૂંટણી લડવા માંગે છે તે હજુ સ્પષ્ટ થયું નથી. તેવામાં હાર્દિક પટેલ અમરેલી ઉપરાંત જામનગરની બેઠક પર જ્ઞાતીના સમીકરણોના આધારે ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીજંગમાં ઉતારવામાં આવે તેવી ચર્ચાએ હાલ તો ભારે જોર પકડયું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.