Mysamachar.in-જામનગર:
જામનગર એરપોર્ટ પર મુંબઈથી જામનગર આવતી એરઈન્ડીયાની આજે બપોરે ૧ વાગ્યા આસપાસ આવેલ ફ્લાઇટમાં એક શખ્સ પાસે ૧ કિગ્રા જેટલા શંકાસ્પદ સોનાના સિક્કાઓ હોવાની ચોક્કસ માહિતી પરથી ઇન્કમ ટેક્સની ટીમે જેવો આ શખ્સ ફ્લાઇટમાંથી નીચે ઉતર્યો કે તરત જ ઇન્કમ ટેક્સની ટીમના ત્રણ અધિકારીઓએ આ શખ્સની બેગ તપાસી તેને તપાસ માટે પોતાની સાથે લઈ ગઇ છે,ઝડપાયેલ શખ્સ કોણ હતો તે હજુ સુધી સામે આવી શક્યું નથી.આ વાતને એરપોર્ટ પોલીસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.