Mysamachar.in-જામનગર:
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50 % બેઠકો મહિલાઓ માટે અનામત છે, આ બાબત ખુબ સારી છે મહિલાઓને આવી તક મળે તે ખુબ સારી બાબત છે, પણ જે તે સંસ્થાઓમાં લોકોએ ચૂંટી કાઢ્યા બાદ આવા બહેનોને બદલે મોટાભાગના કિસ્સાઓમાં તેમના પતિદેવો મેદાને આવી જાય છે અને બહેન વતી કાર્યભાર ભાઈ સંભાળે તો આ ઉદેશ્ય એટલે કે મહિલાઓનને તક આપવાનો માર્યો જાય તેમ લાગે છે. કારણ કે મતદાતાએ જેને ચૂંટીને મોકલ્યા તે તો તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ ના કરે અને અન્ય કોઈ આવી જવાબદારીઓ પરિવારના સભ્ય સંભાળે તે કેટલું યોગ્ય કહેવાય…?
જામનગર કોર્પોરેશનમાં પણ 64 માં થી 32 તો બહેનો કોર્પોરેટર છે, આ જ રીતે જામનગર જીલ્લા પંચાયતમાં પણ બહેનો જે વિસ્તારનું પદ શોભાવે છે ત્યાં ભાઈઓએ એટલે કે કેટલાય પતિદેવો પોતાનું રાજ ચલાવે છે, હવે ખાસ કરીને શાસકપક્ષના બહેનો કોર્પોરેટરની વાત કરીએ કેમકે સતામાં હોય તે પક્ષના નગરસેવકોની જવાબદારી વધુ અને મુખ્ય છે પબ્લીક પ્રત્યે કમીટમેન્ટ (ચુંટણીમાં ભલે વચન ન આપ્યુ હોય તો પણ કાયદા મુજબ બધા જ બંધાયેલા જ છે પક્ષના સંકલ્પપત્રમાં કોઇ મુદો રહી ગયો હોય પણ પ્રાથમીક ફરજીયાત સેવા જામનગરના નાગરીકોને આપવાની ફરજ ભાઇઓ-બહેનો બંને કોર્પોરેટરોની સરખી જ છે)
ત્યારે લોકો પુછે છે કે, કોર્પોરેટર બહેનોને,કે મારી બેન તમને તમારા વોર્ડનો કુલ વિસ્તાર, કુલ વસ્તી, કુલ ઘર, કુલ પરીવારો, કુલ બહેનો, કુલ નળ જોડાણ, કુલ પાઇપલાઇન, સફાઇના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, રોડના ખાડા, બંધ સ્ટ્રીટ લાઇટ, ગટરના તુટેલા ઢાંકણા કાં તો સાવ ઢાંકણા જ ન હોય, રોડ કેટલા બન્યા કેટલા બન્યા કેટલા તુટ્યા, સીવીક સેન્ટર છે?? વગેરે વગેરે…..લોકો પુછે કે મારી બેન ચુંટાઇને તમારે કોર્પોરેટર તરીકે શું કરવાનુ છે? ખબર છે?તમને કોઇએ તાલીમ આપી છે? તમે એક મહિલા તરીકે પાણી-ગટર-ઢોર-રોડ-ગંદકી-સ્ટ્રીટ લાઇટ-ઢોર-શાકમારકેટ અને બજારો ભરાઇ તો તેની પાછળ વગેરે બાબતે લોકોના પ્રશ્નો હલ કરવા કેટલુ મહત્વનું છે તે એક મહિલા તરીકે તમે નથી જાણતા શું? શું તમે પહેલેથી જ કોર્પોરેટર જ છો કે જનસમસ્યા જાણવાની ફુરસદ જ ન મળી?? તમારા વિસ્તારમાં લોકદરબાર કે લોકમંચ કોર્પોરેશનના અધિકારીઓને સાથે લઇ યોજ્યો છે?જો તમને આ બધી ખબર જ નથી તો તમે પબ્લીક માટે કરશો શું? તમને ફાયર પ્રિવેન્શન, કોર્પોરેશનનો બાકી મીલકત વેરો, બજેટેડ જોગવાઇઓ વગેરે ઘણુ ખબર નથી…..!! હો ….મારી બેન..
તમે માત્ર કાર્યક્રમોને ફોટા પડાવવા માટે જ છો.? શું તમે, રોડનો કટકો ધરાર માંડ માંડ બનતો હોય ત્યારે શ્રીફળ ફોડવાના ફોટા પડાવવા માટે જ છો? કે શાસકપક્ષ ભાજપમાં લોકોના પ્રશ્નો રજુ કરો તેને અશિસ્ત ગણાય છે?? તો તમને કોઇ પદ નહી મળે કે કે કોઇ સતા વગરની જે તે સમિતીઓ નહી મળે? ફરીથી ટીકીટ નહી મળે તો? જો આ બધુ હોય તો તમારી કોર્પોરેટર તરીકે જરૂર શું ઉપયોગીતા શું?
એવું નથી બધા સરખા છે કેટલાક કોર્પોરેટરો જેમાં પુરુષો અને મહિલાઓ સક્રિય પણ છે પણ તેની ટકાવારી કાઢીએ તો માંડ બન્ને પક્ષના થઈને 25% થાય…તો બાકીના 75 % જામનગરનું શું? નાગરીકને પોતાનો કામધંધો છોડીને,અમુક વૃદ્ધ બિમારને કોર્પોરેશનની ઓફીસે કઇ નાની સુની ફરીયાદ કરવા જવુ જ શું કામ પડે?? તમારે મદદ નથી કરવાની? હવે તમે વિસ્તારોમાં ગયા જ નથી લોકોની સાથે જ નથી તો બહેનો હવે તમારી આળસ તમારા વિસ્તારના બહેનો દ્વારા છાપરે ચડીને પોકારાશે નહી??
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં ગુજરાતમાં જ કહેલુ કે “મેં સરપંચોનું સંમેલન બોલાવેલુ તો એક પછી એક અમુક ભાઇઓને ઉભા કરી પુછ્યુ કે તમારો પરીચય? તો કહે હું એસ.પી. છુ,તો મેં પુછ્યુ એસ.પી.એટલે શું.? તો કહે સરપંચ પતિ……અને મેં કહ્યુ આવુ નથી કરવાનું” બોલો ખુદ વડાપ્રધાને કહેવુ પડ્યુ……!!
આ જ સ્થિતિ જામનગર કોર્પોરેશનમાં છે ત્યા વિવાહીત કોર્પોરેટર બહેનોના પતિ એટલેકે “કે.પી.” દોઢ કોર્પોરેટર થઇને ફરે છે, અને “લડી” લે છે……હવે એક તો બહેનો પ્રજાનુ કામ કરતા નથી ઉપરથી તેમના પતિઓના રૂઆબ……બાપરે…..(આવા પતિઓ શરમાવ…શરમાવ..મારા ભાઇ શરમાવ……તમે પણ પ્રજાના કામ કરતા નથી હા,તમારા વ્યક્તિગત કામ સ્વાર્થ માટે વોર્ડમા ગયા હોવ કેમકે,અમુક “કે.પી.”કોન્ટ્રાક્ટર થઇ ગયા છો….) એકંદર પ્રજા રાહ જોતી રહી ગઇ ને? વ્યવસ્થા મુજબ પ્રાથમીક પ્રશ્નો કોર્પોરેશને હલ કરવાના માટે તો કોર્પોરેટર પ્રજાના પ્રતિનિધી તરીકે રજુઆત કરે ને ઉકેલ લાવે તેમ થવુ જોઇએ પરંતુ મારી બહેનો તમે કઇ ન કરો ને ધારાસભ્ય કે સંસદસભ્યએ પ્રાથમીક પ્રશ્નો માટે તમારા વિસ્તારમાં આવવુ પડે વિસ્તારના લોકો ધારાસભ્ય કે સંસદસભ્યને રજુઆત કરવી પડે તો તમને શરમ ન આવે?? આટલી બધી પક્ષની શિસ્ત નડે છે??
આ તો સારૂ છે કે તમે જનરલ બોર્ડમાં લગત કમીટી મીટીંગમાં જાવ છો,તમારા પતિઓ ત્યા બેસવા નથી જતા(નહીતર પંચાયતમાં તો કચેરીમાં પણ સભ્યપતિ બેસે છે, અરે જનરલ બોર્ડમાં સરપંચ પતિ બેસે છે….ચેમ્બરમાં બહેનોના બદલે મુખ્ય ખુરશી ચુંટાયેલા બહેનોના પતિ બેસે છે………બોલો) બહેનો કોર્પોરેટરો હવે લોકોને તમારે તમારી કામગીરીનો હિસાબ આપવો પડશે કે તમે લોકો માટે શું કર્યુ??તમારો આત્માં ડંખતો તો હશે જ ને કે તમારે શું કરવાનુ છે અને તમે શું શું નથી કરતા…..તો કરવાનુ ન કરવાને બદલે તમે પ્રજાસેવક તરીકે ક્યા કામોમાં વ્યસ્ત રહો છો??શા માટે તમારા પતિ બધે જ દોડ્યા જાય છે?! તમે શા માટે નગરસેવકની ફરજો જાણવામા રસ લેતા નથી?તમને તમારા પતિ કે પક્ષ પ્રજાના કામ કરતા રોકે છે? તો થઇ રહ્યુ મારી બેન ખોટુ ન લગાડશો તમે તમારા વિસ્તારના કોર્પોરેટર બનવાને લાયક નથી,લોકો એ તમને નવી આશા સાથે ચુંટ્યા કે આ બહેન અમોને કોર્પોરેશન તરફની ફરજીયાત સુવિધા મળવાની છે કાયદા મુજબ તે અમોને નિયમીત પુરી પડાવશે??હવે “એ” બહેન ને જ લોકોને કાયદા મુજબ મળતી કોર્પોરેશનની ફરજીયાત સેવાઓ વિષે ખબર જ નથી ને??તો એકંદર આ બહેનો ચુંટાયા બાદ કરે છે શું?? એ ખબર નથી પડતી અમુક તો પદાધીકારી બહેનો ભાઇઓ પણ પોતાના વિસ્તારને આદર્શ વિસ્તાર બનાવી શક્યા નથી તે જીલ્લા પંચાયત હોય કે મહાનગરપાલિકા તે પણ વાસ્તવિકતા છે,
આવી અનેક વિગતો જામનગરના જાગૃત નાગરીકોએ જણાવીને કહ્યુ છે કે
મહિલા સશક્તિકરણ માટે સ્થાનિક સ્વરાજ્યમાં બહેનોની પચાસ ટકા સંખ્યા રાજ્ય સરકારે અમલ કરાવી તેનો હેતુ સિદ્ધ થતો હોય તેવું મોટાભાગના કિસ્સાઓમાં લાગતું નથી, મહિલાઓ શાસક બને લોકો વચ્ચે રહે પ્રશ્નોનો હલ કરે કોર્પોરેશન કે જીલ્લા પંચાયત જ્યાં હોય ત્યાં અસરદાર રજુઆત કરે કેમકે પ્રાથમીક સમસ્યાઓ બહેનો સારી રીતે જાણતા જ હોય છે આ બધી આશા ક્યા રાખવી? અમુક બહેનો ને સ્થાનિક સ્વરાજ્ય એટલે શું એ જ ખબર નથી,કોર્પોરેશનમાં કેટલા વિભાગ છે? કઇ ઓફીસ ક્યા છે? કઇ રજુઆત ક્યા કરવી? ઓનલાઇન ફરીયાદ કેમ થાય? જો કે મોટાભાગે ઓનલાઇન ફરીયાદ કર્યા બાદ કામ થઇ ગયાના મેસેજ આવી જાય છે કે કામ થય ગયુ છે ખરેખર જે તે પ્રશ્નો એ જ સ્થિતિમાં હોય છે માટે તો લોકોને રૂબરૂ જવુ પડે છે ધક્કા ખાવા પડે છે તો ત્યા પણ કોર્પોરેટર બહેનો ક્યાંય મળતા નથી તો બહેનો ચુંટાયા પછી કરે છે શું?? અને જો ઘરકામ અંગત કામ કે બીજી જવાબદારીઓ વધારે હોય સ્વાભાવીક છે પણ તો તમે કોર્પોરેટર તરીકે ચુંટાયા શું કામ?? અને હા મારી બહેનો ચુંટણી વખતે પ્રચારમાં કેટલાય દિ રાત દિવસ એક કરો છો અત્ર તત્ર સર્વત્ર જોવા ય મળો છો ત્યારે ઘરકામ અંગતકામ વગેરે કામો કોણ કરે છે ?? અને ચુંટાયા બાદ કેમ ક્યાંય દેખાતા નથી??
-કેટલાક તો એવા પણ છે કે
જેવોએ તેમના વિસ્તારમાં કોઈને મળવા નથી ગયા મુશ્કેલી નથી પુછી તે અંગે સફળ રજુઆત નથી કરી કોઇના ફોન વોટસએપના જવાબ નથી આપ્યા મોંઘા ફોન લોકોની સમસ્યાઓ દૂર કરવા વાપર્યા નથી અને પતિદેવની મહેનતથી ચુંટાયા પછી અમુક કિસ્સામાં પતિદેવોએ એવી શું મહેનત કરી કે લકઝરી ફ્લેટ, મકાનમાંથી બંગલો, માંડ માંડના મોપેડમાંથી કાર, મોંઘા ચીજવસ્તુઓ વગેરે જે ચુંટાયા પહેલા ન હતા ને બાદમાં થઇ ગયા તો તમારા પતિદેવ કઇક જાદુ કરે છે?? જે માટે તમે ચુંટાયા છો તે એટલે કે પ્રજા હિતમાં તમે રજુઆત નથી કરી શકતા પ્રશ્નો હલ નથી કરાવી શકતા એ કઇક રહસ્ય જેવુ લાગે છે કે ચુંટાઈ ને કરતા શું હશે?અમુક બહેનો પ્રજા પાસે ગયા જ ન હોય તો કોની પાસે જવાનું ?? ગત ચૂંટણી બાદ અમુક બહેનોને ચુંટીને હવે તે લગત વોર્ડની મોટા ભાગની બહેનોને રોવાનો વારો આવ્યો છે તેવા ફીડબેક પણ મળે છે.
-પબ્લીક આ બાબતને
સોશ્યલ મીડીયામાં દરરોજ ઉજાગર કરશે વોર્ડવાઇઝ કોર્પોરેટરો નામ, તેમના શિક્ષણ, તેમના વ્યવસાય નોકરી કે સ્વરોજગાર કે આવકના સ્રોત વિસ્તારના પ્રશ્નો કોર્પોરેટરોને મળેલી ગ્રાંટ પ્રશ્નો ક્યા ક્યા છે કેટલા સમયથી છે ક્યા ક્યા રજુઆત કરી તો શું શું થયુ? વોર્ડમાં સુવિધાઓ શું છે નવી સુવિધા કંઇ વધી કે નહી અને કોર્પોરેટરની કઇ કઇ સમૃદ્ધી ધંધા આવક વધ્યા? વગેરે બાબત હવે છડે ચોક ગાજવાની છે ત્યારે ખરો જંગ હવે પ્રજા ખેલશે ખાસ તો જે તે વિસ્તારની સ્થાનિક મહિલાઓ તે વિસતારોની વાસ્તવિકતાનો ચિતાર વિગતે આપશે ત્યારે પક્ષ અને તે લગત બહેનો કોર્પોરેટર કે ભાઇઓ શું જવાબ આપશે? પ્રજા પ્રશ્નોથી કેમ બચશે.કારણ કે ચુંટણી ખુબ નજીક દેખાય છે.