Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની ચુંટણી બસ હવે આવી એમ સમજો….પણ પ્રજાએ ચૂટેલા પ્રતિનિધિઓએ શું કર્યું…? તેનો જવાબ તો પ્રજાએ મત આપતા પૂર્વે માંગવો જ જોઈએ….પ્રજા પાંચ વર્ષ માટે લોકોની સુખાકારી માટે સફાઈ, ઢોર, લાઇટ, પાણી, રસ્તા, ગટર, સ્ટ્રીટ ટ્રાફીક દબાણ અસલામતીના અનુભવ લાઇટ વગેરે પ્રશ્નો છે, બે ચાર ઓવરબ્રિજ એકાદ બે અન્દરબ્રીજ કે કોઇ નવા આયોજનના સપના દેખાડીને પરદાના પાડી શકાય કે ખડકાયેલા બાદ ખાલી આવાસ અને ત્યા પણ સુવિધાના અભાવની રજુઆતો સહિત અનેક પ્રકારના ઉકળાટ તેમજ તાજુ કેવાય તે ચોમાસાની હાલાકીઓ લોકો માટે ત્રાસદાયક હતી,
વળી રાજ્ય સરકાર કક્ષાના આરોગ્ય હોસ્પીટલ વીજ પુરવઠો તગડા વીજબીલ મોંઘવારી મંદી બેરોજગારી શિક્ષણ ફી વગેરે પ્રશ્નો પણ આ ભલે સ્થાનિક ચુંટણી હોય છતાય અસર કરી જાય તેમ સમાજનો મોટો વર્ગ માને છે વળી નગરમા કામો થાય છે તેમા મહેનત અધીકારીઓ કર્મચારીઓની હોય છે પ્રજાસેવકોનો વધુ કઇ રોલ નથી (અમુક વજનદાર અને સફળ સેવકોને બાદ કરતા) અને હા પદાધીકારી મીટીંગમા જે કામ મંજુર થાય તેના રૂપકડા પ્રચાર થાય ખરેખર તે કામ થયા ન ગણાય સકારણ મંજુર કરી કંઇક ગણીત ગોઠવ્યા કહેવાય વળી તેમાથી ઘણા અનેક કારણોથી પેન્ડીંગ પણ રહે છે તે દરેક બાબતો વિચાર માંગી લે તેમ નિરીક્ષણ કરનારા જણાવે છે.