Mysamachar.in:અમદાવાદ
ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલે ભરત ઉર્ફે બોબી પટેલને ભાડજ પાસેથી ચોક્ક્સ હકીકત આધારે ઝડપી પાડી તપાસ કરતા અમદાવાદના વાડજ તથા ચાંદખેડામાં વિઝાની ઓફિસ ધરાવતા ભરતે ગેરકાયેદે લોકોને અમેરિકા મોકલતો હોવાનું સામે આવતા બન્ને ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી. જયાંથી 94 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ કબ્જે કરવામાં આવ્યા છે મહત્વનું છે કે આરોપી યુરોપીયન દેશના ટુરિઝમ વિઝા અપાવી ગેરકાયદે અમેરિકાની બોર્ડર પાર કરાવતો હતો. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે તેની વિરુધ્ધ મહેસાણા, ક્રાઈમ બ્રાંચ અમદાવાદ, સીઆઈડી ક્રાઈમ , દિલ્હી અને કલકત્તા માં પણ કબુતર બાજીના ગુના નોંધાયેલા છે.
બોબી પટેલની ઓફીસની તપાસ કરતા ત્યાંથી યુરોપિયન દેશના વિઝા અંગેના બનાવટી દસ્તાવેજો પણ મળી આવ્યા છે.મહત્વનુ છે કે છેલ્લા 3 વર્ષમાં બોબીએ સંખ્યાબધ્ધ લોકોને અમેરિકા મોકલ્યા છે. સાથે જ 94 પાસપોર્ટ કોના છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે, ઉપરાંત બોબી પણ બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા ગયો હોવાનુ સામે આવ્યુ છે. જોકે બોબીનો પરિવાર અમેરિકા રહેતો હોવાથી તે કેવી રીતે અમેરિકા પહોચ્યો છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાનું ઈન્ટરનેશન નેટવર્ક ચલાવતા અને ત્રણ ગુનામાં ફરાર ગાંધીનગરના ભરત ઊર્ફે બોબી પટેલને સ્ટેટ મોનીટરીંગ સેલે ગાંધીનગરમાંથી ઝડપી પાડ્યો છે. ભરત ઉર્ફે બોબી પટેલ પાસેથી પોલીસે 94 જેટલા શંકાસ્પદ પાસપોર્ટ કબજે કર્યા છે.સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને ચોક્ક્સ બાતમી મળી હતી કે, અમદાવાદ દરિયાપુર પોલીસ મથકમાં વર્ષ 2021માં જુગાર ધારા કલમ-4,5 તથા ઈ.પી.કો.કલમ-269 તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ની કલમ-51(બી) મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલ, (રહે.બંગ્લા નં-85, સુપરસીટી ગ્લોરી, ભાડજ સર્કલ, અમદાવાદ) ગાંધીનગર ખાતે આવ્યો છે.
આ બાતમીના પગલે ટીમના માણસોએ ગાંધીનગર ખાતેથી ભરત ઉર્ફે બોબી રામાભાઈ પટેલની અટકાયત કરી લેવામાં આવી છે. આ અંગે ડીવાયએસપી કે ટી કામરીયાએ જમાવ્યું હતું કે, આરોપી વિરૂધ્ધ વર્ષ-2022 માં અમદાવાદ શહેર ડી.સી.બી. પોલીસ મથક તથા સી.આઈ.ડી. ક્રાઈમ ઉપરાંત ગાંધીનગરમાં બોગસ પાસપોર્ટ બનાવવા અંગેના ગુનાઓ દાખલ થયા છે. આ આરોપી ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકામાં મોકલવાનું કબુતરબાજીનું ઈન્ટરનેશનલ રેકેટ ચલાવી રહ્યો છે. જેની ઊંડાણપૂર્વક પુછપરછ કરતાં ભરત પટેલે ખોટા પાસપોર્ટ તેમજ વિઝા માટે ખોટા દસ્તાવેજો બનાવી કબૂતરબાજીનુ નેટવર્ક ચલાવતો હતો.જેની ચાંદલોડીયા તેમજ ગુજરાત વિદ્યાપીઠ પાછળ, વાડજ, અમદાવાદ ખાતેની ઓફીસોએ સર્વ-તપાસ કરતાં કુલ-94 પાસપોર્ટ મળી આવેલ છે તેમજ 2 લેપટોપ તથા યુરોપીય દેશોના સેન્સેન વિઝા મેળવવા માટેના દસ્તાવેજો મળી આવેલ,જે દસ્તાવેજો તપાસના કામે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.