Mysamachar.in-જામનગર:
ગતરોજથી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયેલ છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે જામનગર શહેર અને જીલ્લામાં પણ વરસાદી માહોલથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જામનગરમાં આજે બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં એટલે કે આજે સવારે 6 વાગ્યા સુધી જામનગર જીલ્લાના પીએચસી સેન્ટરો પર નોધાયેલ વરસાદના સતાવાર આંકડાઓ પર નજર કરવામાં આવે તો
જામનગર તાલુકાના વસઈ, લાખાબાવળ, મોટી બાણુંગાર, જામવંથલી અને મોટી ભલસાણમાં અડધો-અડધો ઇંચ વરસાદ જ્યારે દરેડમાં પોણો ઇંચ તો ધ્રોલના લેયારામાં પોણો ઇંચ વરસાદ કાલાવડના નિકાવામાં પોણા બે ઇંચ, ખરેડીમાં પોણા ત્રણ ઇંચ, મોટા વડાળામાં 3 ઇંચ, નવાગામમાં 2 ઇંચ, મોટા પાંચ દેવડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે,.

જામજોધપુર તાલીકાના સમાણામાં 1 ઇંચ, શેઠવડાળા અને જામવાડીમાં 2 ઇંચ, વાંસજાળિયામાં પોણો ઇંચ, ધ્રાફા અને પરડવામાં 1 ઇંચ, લાલપુર તાલુકાના પડાણામાં પોણા બે ઇંચ, વરસાદ નોંધાયો હોવાનું જાહેર થયું છે.
જો તાલુકાવાર છેલ્લા 24 કલાકના આંકડાઓ જોઈએ તો આજે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ચોવીસ કલાક દરમિયાન જામનગર શહેરમાં અડધો ઇંચ, કાલાવડમાં 2 ઇંચ, લાલપુર અને જામજોધપુર શહેરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે.જો કે આજે સતત બીજા દિવસ પણ જામનગર શહેર અને જીલ્લામાં વરસાદી માહોલ છવાતા લોકોને આજે પણ વરસાદ તૂટી પડશે અને ગરમીથી રાહત મળશે તેવી આશા બંધાયેલ છે.
