mysamachar.in-જામનગર
શહેરમા રસ્તે રજળતા પશુઓનો ત્રાંસ દિનપ્રતિદિન વધી રહ્યો છે,છતાં મનપાના શાશકો અને અધિકારીઓ દરવખતે યોગ્ય કાર્યવાહી થઇ રહી હોવાના દાવાઓ કરે છે,પણ આ દાવાઓ કેટલા સાચા તે વધુ એક વખત સામે આવી ચૂક્યું છે,અને એક વૃદ્ધનો ભોગ લેવાઈ ચુક્યો છે
વાત છે જામનગરના ગોકુલનગર વિસ્તાર નજીકની અરવિંદભાઈ કેશવજીભાઈ વાલંભિયા નામના ૫૫ વર્ષીય વૃદ્ધ પસાર થઇ રહ્યા હતા ત્યારે ખુંટીયાએ દોડી આવીને અરવિંદભાઈ ને હડફેટ લીધા હતા,અને ખુંટીયાના ખાર નો ભોગ બનેલા માથાના અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,પણ સારવાર કારગત ના નીવડતા તેવોનું મોત નીપજ્યું હતું
થોડા સમય પૂર્વે પણ ભીમવાસ નજીક એક મહિલાને આ રીતે જ ખુંટીયાએ હડફેટ લેતા તેનું પણ મોત નીપજ્યું હતું,અને આજે બીજું મોત છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું ના હોય તેમ એક બાદ એક સામે આવી રહેલ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે.