Mysamachar.in:અમદાવાદ
રાજ્યમાં એક તરફ વાવાઝોડાની સંભવિત સ્થિતિ તો છે જ પણ સાથે સાથે સારા સમાચાર એ પણ છે કે હવામાન વિભાગે કહી દીધું છે કે વરસાદ ક્યારે શરુ થશે…કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. જ્યારે ગુજરાતમાં 20થી 25 જૂનની વચ્ચે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઇ શકે છે. કેરળમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે. કેરળના 75 ટકા વિસ્તારમાં ચોમાસાની દસ્તક થઇ ગઇ છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીને લઇને સારા સમાચાર આપ્યા છે. આગામી 20થી 25 જૂનની વચ્ચે ગુજરાતમાં વિધિવત ચોમાસાનું આગમન થઇ શકે છે.
મહારાષ્ટ્ર બાદ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રીનો અનુમાન હવામાન વિભાગે અંદાજ વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ ફરી ગુજરાતમાં પ્રિમોન્સૂસ એક્ટિવિટીના ભાગરૂપ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે. પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારમાં તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર જોવા મળશે નહીં.