mysamachar.in-જામનગર
આજના યુવાનોને મોબાઈલ ફોનનું કેવું તો ઘેલું લાગ્યું છે કે મોબાઈલ ના મળતા આપઘાત સુધીના પગલા ભરી રહ્યા છે,આવો જ એક કિસ્સો જામનગર મા પણ સામે આવ્યો છે,
લાલપુર તાલુકાના ઝાખર ગામે વસવાટ કરતો અને મજુરીકામ કરી ગુજરાન ચલાવતા બુધેશભાઈ શામજીભાઈ પરમારના ના નાના ભાઈ કરશન છેલ્લા કેટલાક દિવસોથી ટચસ્ક્રીન મોબાઈલ લેવા માટે પોતાના ભાઈ પાસે જીદ કરતો હતો,પણ કરશનના ભાઈ બુધેશે કહ્યું કે ઘરમાં ધાર્મિક વિધિ હોય તે પૂર્ણ થઈ ચુક્યા બાદ લઇ આપવાનું જણાવતા મૃતક કરશન પોતે ઘર છોડી ને જતો રહેશે તેવી ધમકી આપતો હતો
અને ખરેખર તેને મોબાઈલ લેવાની જીદે જંતુનાશક દવા પી જતા કરશન મોતને ભેટ્યો છે,આમ મોબાઈલની ઘેલછા આજના સમયમાં કેટલી વધી રહી છે,તે આ કિસ્સા પરથી સ્પષ્ટ થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.