Mysamachar.in-સુરત:
આજના સોશ્યલ મીડિયાના સમયમાં એક એક ડગલું ધ્યાનથી મુકવા જેવું એટલા માટે છે કે,કારણ કે કોઈ આપની સાથે બદલો લેવા તો કોઈ અન્ય કારણોસર આપણે બદનામ કરી શકે છે,સુરતમાં એક કોલેજીયન યુવતીના ૧૫ જેટલા બોગસ એકાઉન્ટ બનાવી તેણીના બીભત્સ ફોટાઓ અપલોડ કરનાર એક યુવકને અંતે પોલીસે ઝડપી પાડ્યો છે,
વાત એવી છે કે પોતાના જ પડોશમાં જ રહેતી એક કોલેજિયન યુવતીના નામે એક બે કે ત્રણ નહીં પણ ૧૫ જેટલા ફેક એકાઉન્ટ આ યુવકે બનાવ્યાં હતા. જેમાં યુવતીના બીભત્સ ફોટો મૂકી કોલેજિયન યુવતીને બ્લેક મેઇલ કરી બીભત્સ માગણી કરતો હતો. ફેક એકાઉન્ટ બનાવ્યા પછી તુરંત જ તે બંધ કરી દઇ બીજું બનાવી લેતો હતો.આખરે આ યુવાનને પકડી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે.આ યુવક સાથે યુવતીએ વાત કરવાનું બંધ કરી દેતાં યુવકે આ ધંધા શરૂ કર્યા હતા.
બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવનાર વૈભવ ઘનશ્યામ એમએસસીમાં અભ્યાસ કરે છે.વૈભવે તેના જ વિસ્તારમાં રહેતી તેની ફ્રેન્ડ કોલેજિયન યુવતીનો મિત્રતામાં ફોટો મેળવી લીધો હતો. ત્યાર પછી અલગ અલગ ૧૫ જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યાં હતાં. યુવતીના ફોટાને મોર્ફ કરી બિભત્સ ફોટા બનાવી વાયરલ કર્યા હતા. આમામલે યુવતીના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ટેકનીકલ સર્વલન્સના આધારે વૈભવ બરવાળિયાને ઝડપી પાડ્યો હતો.