Mysamachar.in-ભાવનગર:
લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે “મૈ ભી ચોકીદાર હું”નું સૂત્ર મોદીએ ભારે જોરશોરથી વહેતું કર્યું છે. તેવામાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ અને ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીનો પુત્ર મીત વાઘાણી ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી પરીક્ષા દરમિયાન એમ.જે. કોમર્સ કોલેજમાંથી ગેરરીતિ કરતાં અંદાજે ૨૭ કાપલી સાથે ઝડપાઈ ગયા બાદ વિરોધીઓને મુદ્દો મળી જતા સમગ્ર ગુજરાતમાં ચૂંટણી સમયે આ મામલે ભારે હોબાળો મચ્યો છે,
તેવામાં આ મામલે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને ખુલાસો આપવા સામે આવવું પડ્યું છે અને તેઓએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, “મારા પુત્રને પણ કાયદાના નિયમો લાગુ પડશે અને નિયમ મુજબ જે સજા થતી હોય તે થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ વસ્તુ ક્યારેય દબાવી શકાય નહીં” તેવી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરીને પોતાનો પક્ષ રાખ્યો હતો,
આમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હોય અને તેમના પુત્રનું નામ સ્વાભાવિક છે તેમની સાથે જોડાયેલું હોય, ત્યારે પુત્રનું કોલેજની પરીક્ષામાં કોપીકેસમાં નામ સામે આવતા હાલ તો રાજકીય મુદ્દો બનાવીને જોર-શોરથી ચર્ચાનો વિષય બનાવવામાં આવી રહયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.