Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હાલના યુગમા લોકો વ્યાપક અને વધુ પ્રમાણમા રાજકીય સમીક્ષાઓ કરવા લાગ્યા છે કેમકે દર દસમાથી કોઇ એક કાં તો રાજકીય વ્યક્તિ કાં તો પક્ષ કે રાજકીય ગતિવિધીઓથી ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ સ્કળાયેલ છે કાં તો તેમને પોલીટીક્સ નામનુ હવામાન ક્યાક અસર કરે છે,. માટે જ ચર્ચાઓ પણ વધે છે હાલ હાલારના બંને જીલ્લાઓ સહિત સૌરાષ્ટ્રમા અને ગુજરાતભરમા એક જ ચર્ચા છે કે ટીકીટ કોને મળશે..? લોકો સમીક્ષા એટલે કરે છે કે તેમની આજુબાજુ ચુંટણી લડવા ઈચ્છતા અનેક મહત્વકાંક્ષીઓ છે (સક્ષમ હોવુ ને મહત્વકાંક્ષી હોવુ બંને અલગ બાબત છે તે વાત પબ્લીક જાણે છે પણ જેને લડી લેવુ છે એને તો…વાયરા ન વરે ઇ તો હાયરા જ વરે……જેવુ અમુકને થાય….ભલે થાય પણ છે.ક સુધી મચક ન દે હો.)
બીજી તરફ રાજકીય પાર્ટીઓ માટે ધનાઢ્ય આગેવાન પ્રાયોરિટી (ઘણીવખત) બની જાય છે કેમકે પાર્ટીને ખબર છે કે “તેને” રક્ષણ કે ઓથ જોઇએ છે તેની સામે લોકોને પોતાની ચોઇસમા કા સક્ષમ સેવાભાવી કાં પ્રમાણીક જ જોઇએ છે, સમાંતર રીતે વર્ષોથી જે થતુ આવે છે તેમ અમુકને બાહુબલી જોઇએ પછી તે પાર્ટી હોય કે પ્રજા હોય મેન મની મસલ્સ પાવરથી હવે ચુંટણીઓ લડાય છે કાં તો રાજકીય દાવપેચ ખેલાય છે જો કે રાજકીય ઓથ હેઠળની કનડગત હોય તો લોકો “સમયની રાહ ” જોઇ બેઠા હોય છે,
આ બધા વચ્ચે મુળ વાત એ છે કે હજુ તો ચુંટણી ક્યારે? એ ગાજે છે તો ટીકીટ કોને મળશે? ની ગરમા ગરમ ચર્ચાઓ થઇ રહી છે જેમાના અમુક ઉદગાર જોઇએ તો લોકચર્ચા મુજબ…. “એને” તો આપેજને….ઇ તો જીતેજ ને…..એનુ નક્કી નહી હો… વગેરે વગેરે ઘણુ વિચારતા જાણતા .લોકો જ હાલ તો જાણે આખરી નિરીક્ષક બન્યા છે અને હા લોકોને હક પણ છે ને? કેમકે લોકો ચુંટવાના છે, લોકમુખે લોકપ્રિયતાના માપદંડ જેના ઉપરથી દરેક મુખ્ય પક્ષો પેનલો બનાવશે..તે નજર કરીએ તો લોકોમા ચર્ચા એવી છે કે….
-સમાજસેવામા ઓતપ્રોત હોય ભલે પોતાનો સમાજ નાનો હોય
-ગ્રામ્ય વિસ્તારમા એક જ વાત…શુ ? તો કે ઉમેદવાર અમારા સમાજના હોવા જોઇએ
-આ વખતે બધુ વહેલાસર થય રહ્યુ હોઇ બંને મુખ્ય હરીફ પક્ષે હાલારની સાતમાં થી બે બેઠકો ઉપર સામ સામે એકજ સમાજના ઉમેદવારો લડાવવા ચોકઠા ગોઠવ્યા છે
-શહેરી વિસ્તારમા ઉમેદવાર સમાજના સમીકરણ થી ય વધુ લોકોની વચ્ચે રહેનાર લોકોના સુખદુખમા સાથ આપનાર લોકો માટે કામ કરનાર લોકો માટે લડનાર લોકો માટે પરીણામ લાવનાર (પાર્ટી શિસ્તના નામે બેસી રહેનાર તો નહી જ)વગેરે જોઇએ માટે જુદા જુદા સવર્ણ સમાજના એક તેમજ સૌરાષ્ટ્રમા વધુ બેઠકો ઉપર પ્રભુત્વ ધરાવનાર એક તેમજ નિવડેલા એક ઉપરાંત લોકો વચ્ચે નીડરતાથી સેવાનુ ભાથુ લઇ જનાર એક તો વળી પબલીક માટે ઘણુ કરવાની હામ હોય….જો તક મળે તો….તેવા એક એમ બંને પક્ષના મળી ૩+૩ ઉપર કળશ ઢોળાય શકે
-તાલુકા ગામડા સેમી સીટી વિસ્તારોમા બે પાસાઓ છે ખેડૂતો અને શ્રમીકો આ બંને વર્ગ હાલ ખુબ ભીંસમા છે માટે ત્યા ઉમેદવાર થોપી ન શકાય અને કોને ખબર આ વખતે બેય મુખ્ય પક્ષ લોકોના તાગ ઉપર વધુ ચાલનાર હોય કોરીપાટી ને ચાન્સ મળી જાય
-મેટ્રો સીટીની જેમ હાલારમા હજુ વધુ પ્રમાણમા યંગ ના ક્રેઝ એટલા બધા નથી પરંતુ છતાય તે માટે યંગ કેન્ડીડેટનો પ્રયોગ સતાધારી કરવા માંગે છે પછી તે યુવક કે યુવતિ ગમે તે હોય
-ટૂંકી માર્જીનથી હાર્યા હોય તેવા…તેમના માર્જીન તેમજ જીતેલાના માર્જીન અને બાદના સમયનુ લોકોનુ તેમના માટે તારણ અગાવ ઝંપલાવી બાદમા અલિપ્ત રહેનાર અને હુ નહી તો આ મારા છે તેને ચાન્સ ના આગ્રહ વાળાઓનુ અવઢવ વગેરે જોઇએ તો સીટીમાંથી એકાદ સામાજીક સમીકરણને બાદ કરીને અને બે તાલુકાઓને આવરી લેતી જુદી જુદી બેઠકો માટે નવલોહીયા કે તરવરીયા ઉપર કળશ ઢોળાશે
-મહિલાઓ માટે વિશેષ તક પરંતુ રાજકીય પરીપક્વતા સાથે સક્ષમતા હોય તો આમ લોકો તો અનેક છણાવટ કરે છે પાર્ટીઓ એ પણ આ લોકમત માન્ય રાખવો જ પડે તે સ્વાભાવિક છે, માટે જ યુવાન..શિક્ષીત….અનુભવી….કોરીપાટી..વિન જ ગણાય….નવલોહિયા….સતા સેવા સાદગીના સમન્વય કરનારા….દરેક સમાજમા સર્વ સ્વીકૃત તેવા…સામજીક સંખ્યા મુજબ ખુબ મહત્વના મહિલા…એમ સાત સાત ઉમેદવારો બંને મુખ્ય હરીફો પસંદ કરવાના છે, જેમાથી સમયસર પ્રોફાઇલ પહોંચી ગયા છે તેમાંથી જ વધુ ચાન્સ છે, હાલ હવે ફુટી નીકળનારા ગમે તેટલા યોગ્ય હશે તો ય મો વકાસી ને બેસવુ પડશે અને ઉપરથી મને કમને ચુંટણીનો ઢસરડો પણ કરવો પડશે તેવી પણ લોકમુખે ચર્ચાઓ છે.