Mysamachar.in-સુરત;
આજના સમયમાં પ્રેમસબંધ પાંગરી જતા વાર નથી લાગતી પણ તે સબંધ નિભાવી રાખવો ખુબ અઘરો છે,સુરતમાં પ્રેમી અને પ્રેમિકાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે,જે થોડો જુદો છે,સુરત નજીક આવેલા સરદાર બ્રિજ પરથી કૂદીને આપઘાતનો પ્રયાસ કરનાર 23 વર્ષિય યુવકને લોકોએ બચાવી લીધો હતો. મળતી વિગતો મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો અને એક બેન્કના લોન વિભાગમાં કામ કરતો 23 વર્ષીય યુવક આજે સરદાર બ્રિજ પરથી કૂદી ગયો હતો. જોકે, નીચે કાદવમાં ફસાઈ ગયો હતો. લોકોને જાણ થતા યુવકને બહાર કાઢી લાવ્યા હતા. અને 108 દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જ્યાં યુવકે જણાવ્યું હતું તે છેલ્લા ચાર વર્ષથી એક છોકરીને પ્રેમ કરતો હતો. જે છોકરીના અઠવાડિયા પૂર્વે તેના પરિવારે લગ્ન કરાવી દીધા હતા. પોતે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતો હતો પણ તેનો પરિવાર રાજી નહતો. આજે પ્રેમિકા અને તેનો પતિ અઠવા ખાતે મળવા આવ્યા હતા. પ્રેમિકાના પતિએ જિંદગી બરબાદ કરી નાખવા સુધીનું કહ્યું હતું. જેથી પ્રેમિકાએ કહ્યું હતું કે, જિંદગી બરબાદ થઈ જાય તેના બદલે તું મરી જા. પ્રેમિકાના આ બોલથી મનોમન લાગી આવતા પ્રેમીએ સરદાર બ્રિજ પરથી છલાંગ લગાવી મારી દીધી હતી,જો કે સ્થાનિકોની સમયસૂચકતાને લીધે તેનો બચાવ થયો હતો.