Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં લગભગ કોઈ મોબાઈલ વપરાશકર્તા એવો નહી હોય કે જે વોટ્સએપ એપ્લીકેશનનો ઉપયોગ કરતો ના હોય…મેસેજિંગ એપ વોટ્સએપ ખુબ જ લોકપ્રિય એપ છે, અને વોટ્સઅપ પોતાના યુઝર્સ માટે નવા-નવા ફીચરો દર થોડા સમયે અપડેટરૂપી લાવતું રહે છે, ત્યારે વધુ એક ફિચર વોટ્સએપે રજૂ કર્યું છે જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી, વોટ્સએપે એન્ડ્રોઈડ અને iOS બંને યુઝર્સ માટે ડાર્ક મોડ ફિચરને રોલ આઉટ કર્યું છે. નવા ફિચર્સને એવી રીતે ડિઝાઈન કર્યું છે કે જો તમે ઓછા પ્રકાશવાળી જગ્યાએ ફોનનો ઉપયોગ કરો તો પણ યુઝર્સની આંખો ઉપર ભાર નહીં પડે અને આંખોને ફોનથી થતું નુક્શાન ઘટી જશે,
વોટ્સએપે પોતાના બોલ્ગ પેજ ઉપર જાણકારી આપતા લખ્યું છે કે અમને જણાવતા ખુશી થઈ રહી છે કે WhatsApp પોતાના યુઝર્સ માટે ડાર્ક મોડ ફિચર લઈને આવ્યું છે. ઘણા યુઝર્સ આ ફિચર્સની વર્ષોથી માંગણી કરી રહ્યા હતા. 'નવા ફિચર્સ એવી રીતે ડિઝાઈ કર્યું છે કે જો તમે ઓછા પ્રકાશવાળી જગ્યાએ ફોનનો ઉપયોગ કરો તો પણ યુઝર્સની આંખો ઉપર ભાર નહીં પડે. આશા છે કે યુઝર્સને એવી દરેક પરિસ્થિતિઓથી છૂટકારો મળશે જ્યાં ફોન ઓન કરતા જ આખા રૂમ ફોનની લાઈટથી ચમકી ઉઠે છે. ડાર્ક મોડ ફિચર્સને ડિઝાઈન કરતા સમયે અમે ખાસ રીતે બે બાબતો ઉપર રિસર્ચ અને એક્સપેરિમેન્ટ કર્યા છે.
આ ફિચર્સને ઓન કરતા વાંચવામાં કેવું લાગશે? રંગ પસંદ કરતા સમયે વોટ્સએપનું સંપૂર્ણ ધ્યાન એ બાબત ઉપર હતું કે આંખો ઉપર ઓછામાં ઓછું જોર પડે. આ ઉપરાંત એવા રંગનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા. જે iphone અને Android સિસ્ટમના ડિફોલ્ટ રંગથી મળતો હોય. Android 10 અને iOS 13નો ઉપયોગ કરનાર યુઝર્સ સિસ્ટમ સેટિંગમાં જઈને ડાર્ક મોડ ઓન કરી શકે છે. Android 9 અથવા એના પહેલા વર્ઝનનો ઉપયોગ કરનાર યુઝ્સ WhatsApp Setting > Chat > Theme ઉપર જઈને ‘Dark Mode’ને પસંદ કરીને ફિચર્સ ઓન કરી શકે છે. વોટ્સએપે જણાવ્યું કે, આવનારા કેટલાક દિવસોમાં આ ફિચર WhatsAppના નવા વર્ઝનમાં ઉપલબ્ધ હશે. આ ઉપરાંત એ પણ કહ્યું કે, વોટ્સએપને આશા છે કે દરેક યુઝર્સ ડાર્ક મોડનો આનંદ લઈ શકે.