Mysamachar.in-જામનગરઃ
1લી જાન્યુયારીથી એટલે જે આજથી કેટલાક યૂઝર્સ વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. વોટ્સએપ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે વિન્ડો ફોનનો ઉપયોગ કરનારા યૂઝર્સ નવા વર્ષથી વૉટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે. વૉટ્સએપ તરફથી 1 જુલાઇ, 2019થી વિન્ડો ફોન માટે અપડેટ આપવાનું બંધ કરી દીધું છે. વૉટ્સએપ તરફથી કહેવામાં આવ્યું છે કે તે 31મી ડિસેમ્બર, 2019 પછી તમામ વિન્ડો ફોનથી સપોર્ટ પરત લઈ રહ્યું છે. નોંધનીય છે કે આ જ મહિનાથી માઇક્રોસોફ્ટ પણ પોતાના વિન્ડો 10 મોબાઇલ OSને સપોર્ટ આપવાનું બંધ કરી દેશે.વૉટ્સએપ નવા વર્ષે યૂઝર્સ માટે એક નવું ફિચર્સ લાવવાની તૈયારી કરી રહ્યું છે. એવી અપેક્ષા છે કે વૉટ્સએપ iOS માટે હેપ્ટિક ટર, લો ડેટા મોડ અને કનેક્ટ ઇન્ટીગ્રેશન જેવા ફીચર લાવશે. જ્યારે એન્ડ્રોઇડ માટે વૉટ્સએપ 2019માં અનેક સારા ફિચર્સ લોન્ચ કર્યા હતા, જેમાં ગ્રુપ કૉલ, વૉઇસ કૉલ, ફ્રિક્વન્ટલી ફૉરવર્ડેડ મેસેજ, ફિંગરપ્રિન્ટ જેવા ફિચર્સ સામેલ છે.