Mysamachar.in-સુરત:
એ ઘટના હમણાની જ છે કે સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં આગની ઘટનામાં ૨૦ જેટલા માસૂમોએ પોતાની જિંદગી ગુમાવવાનો વારો આવ્યો હતો,ત્યાં જ વધુ એક વખત સુરતમાં સ્કુલ અને ટ્યુશનક્લાસ ટીચરના ટોર્ચરથી ધોરણ ૧૦ મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કરતાં આ મામલાએ સારી એવી ચકચાર જગાવી દીધી છે,સુરતના અમરોલી વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ પાંચમા માળેથી કૂદી જઈ આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી રહી છે, સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકોના સતત ટોર્ચરથી કંટાળીને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
ખુશી નામની દસમાં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ માતાને નોટબુક લેવા જવાનું કહીં નીકળ્યા બાદ પોતાના એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી ખુશીએ કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલી ખુશીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.પોલીસે ખુશી અક્સ્માતે દાદરા પરથી પટકાતા ઇજાગ્રસ્ત થઈ હોવાની નોંધ કરી છે. ખુશીના પિતાએ આક્ષેપ કર્યો છે કે ખુશીને તેની સ્કુલના બે ટીચરો અને ટ્યુશનના એક ટીચર દ્વારા ટૉર્ચર કરાતું હતું,તેના કારણે જ તણાવમાં આવી ખુશીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે,
ખુશીએ ઉપરથી નીચે ઝંપલાવતા પૂર્વે સ્યુસાઇડ નોટમાં લખ્યું છે ‘ મમ્મી સોરી પપ્પા સોરી મારાથી આ પૃથ્વી પર નહીં જીવાય મને માફ કરો. હું આત્મહત્યા કરૂ છું શાળા અને ટ્યુશનના સર ટીચર ના ટૉર્ચર ના કારણે હું આ પગલું ભરું છું.તેવું સ્યુસાઈડ નોટમાં લખ્યું છે.