• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, May 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ઉનાળામાં લુ થી બચવા શું કરશો, જો લુ લાગે તો શું કરશો

My Samachar by My Samachar
April 7, 2021
in લાઇફ સ્ટાઇલ
Reading Time: 1 min read
A A
ઉનાળામાં લુ થી બચવા શું કરશો, જો લુ લાગે તો શું કરશો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-જામનગર

હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ને સતત ઉંચો જઈ રહ્યો છે, ત્યારે લોકોએ બને ત્યાં સુધી એક તો કોરોના મહામારી અને બીજી બાજું અસહ્ય ગરમીને કારણે ઘરની બહાર બિનજરૂરી નીકળવાનું ટાળવું જોઈએ, એવામાં પણ ખાસ તો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં મહેનત મજુરી કરી જીવન ગુજારતા શ્રમિક વર્ગ માટે લુ ઘણી વખત જીવલેણ સાબીત થાય છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરિરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવો થવાથી ઘટી જાય છે.

પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઉંચુ હોય ત્યારે આ પરસેવાથી તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી. જેથી શરીરનું તાપમાન વધી હાથ-પગ દુઃખવા લાગે, ખુબ તરસ લાગે તેમજ ગભરામણ થાય અને ચકકર આવી જાય છે. શ્વાસ ચડે અને હૃદયના ધબકારા વધી જાય અને ત્વરીત સારવાર ના મળે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે છે. સખત તાપમાં વધુ પડતી મહેનતનું કામ કરવાથી કે ફરવાથી તથા ગરમ હવાવાળા હવામાનમાં શરીરને પૂરતું ઢાંકયા વગર કામ કરવાથી લૂ લાગે છે.

-લુ લાગવાના લક્ષણો-

માથાનો દુઃખાવો થવો, ઉબકા આવવા, ચકકર આવવા, આંખે અંધારા આવવા, થાક લાગવો અને સ્ના યુનો દુખાવો થવો, શરીરનું તાપમાન વધુ રહે, નાડીના ઘબકારા 120 કે તેથી વધુ થવા, ચામડી લાલ થઇ જાય, મોટી ઉમર કે એકદમ નાની ઉંમરની વ્યરકિત, જાડુ શરીર હોય તેવી વ્યકિત, જે વ્યુકિત વાતાવરણથી ટેવાયેલ ન હોય તથા જે વ્યવકિતને કોઇ ચેપ લાગેલો હોય કે પાચનતંત્રની ખરાબી, ઝાડા-ઉલ્ટી થયા હોય તેવી વ્યાકિતને લુ લાગવાની શકયતા વધુ રહે છે.

-લુ ન લાગે તે માટે શું કરવું

સફેદ કે આછા રંગના ખુલતા સુતરાઉ કપડા પહેરવા, સખત તાપમાં સખત એક ધારૂ કામ ન કરવું પરંતુ કામ દરમિયાન થોડા થોડા સમયે આરામ કરવો, કામ દરમિયાન થોડા થોડા સમયના અંતરે પાણી પીવું, જે બાજુથી ગરમ હવા આવતી હોય તે બાજુ મોઢું રાખી કામ ન કરવું પરંતુ તે બાજુ પીઠ રહે તે રીતે કામ કરવું, શરીરને બને તેટલો ઓછો ભાગ સુર્ય પ્રકાશમાં ખુલ્લોગ રહે તે જોવું તેમજ ગરમ હવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તે જરૂરી છે, લીંબુ, ખાંડ, મીઠાનું સરબત પીવું કે ઓઆરએસનું દ્રાવણ પીવું, જરૂરિયાત વિના ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું.

-લુ લાગે ત્યારે શું કરવું

લુ લાગે ત્યારે સૌથી અગત્યોનું કામ શરીરની ગરમી ઘટાડવાનું છે. જરા પણ સમય ગુમાવ્યા વગર સારવારના પગલાં લેવા જોઇએ. સૌ પ્રથમ વ્યકિતને છાયામાં લાવો, લુ લાગેલ વ્યકિતએ પહેરેલા કપડા ઢીલા કરવા, શરીર પર ઠંડુ પાણી છાંટી શકાય અથવા ઠંડા પાણીમાં બોળેલા કપડા વડે શરીરને ઢાંકવું જોઇએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રા, આરોગ્યર કર્મચારી તથા આંગણવાડી પર રખાયેલ પાઉડરના પેકેટમાંથી દ્વાવણ બનાવી દર્દીને પીવડાવવું જોઇએ, જેમ બને તેમ વધુમાં વધુ પ્રવાહી આપવુ જોઇએ, પ્રાથમિક સારવાર બાદ બને તેટલા જલદી દર્દીને નજીકના દવાખાને કોઇપણ જાતની ઢીલ વિના ખસેડો.

-ઉનાળામા લુ લાગે ત્યારે ડુંગળી રામબાણ ઔષધ છે

ઉનાળાની ગરમીને કારણે તાવ ચડી જાય, શરદી-ખાંસી થાય, માથું દુખે, ઊલટી કે ઊબકા આવે એ લક્ષણો લૂનાં છે. આકરો તડકો પડતો હોય ત્યારે શરીરમાં ગરમીની માઠી અસર થાય છે. એ માટે કસદાર કાંદા ખૂબ જ ગુણકારી છે. યાદ રહે કે લૂથી બચવું હોય તો કાંદાની વાનગીઓ કરતાં કાચા કાંદા વધુ હિતકારી છે. કાંદા બળપ્રદ, પચવામાં ભારે, મધુર,રુચિકર, સ્નિગ્ધ, કફકર અને ધાતુવર્ધક છે. એનાથી ઊંઘ આવે છે. પાચનઅગ્નિ પ્રદીપ્ત થાય છે. આ બધા ગુણોને કારણે ટીબી, હૃદયરોગ, ઊલટી કે રક્તપિત્તના દરદીઓ માટે એ ખૂબ ફાયદાકારક ગણાય છે. એનાથી વધુ પડતો પરસેવો અને સોજો પણ ઘટે છે. ઉનાળામાં ભૂખ ઓછી લાગે છે અને ખાવાનું પચવામાં પણ તકલીફ થાય છે. ખાવાનું રોચક બને એ માટે કાચી કેરી અને કાંદાનું કચુંબર ઉત્તમ દીપક અને પાચક ગણાયું છે.

કાચી કેરી અને કાંદાના છીણમાં ગોળ, જીરું અને સિંધવ નાખીને બનાવેલું કચુંબર બપોરના ભોજનમાં અચૂક લેવું. એ ખાવાથી ભૂખ ઊઘડે છે તેમ જ ખાવાનું પચે છે. એ લેવાથી ગરમ વાયરાને કારણે લાગતી લૂથી બચી શકાય છે. ઉનાળામાં થતા ઝાડા, ડિસેન્ટ્રી, મસા, અપચો, કબજિયાત દૂર કરે છે. જો સાંધાના દુખાવાને કારણે કાચી કેરીની ખટાશ સદતી ન હોય કે પછી સારી કાચી કેરી મળતી ન હોય તો કાકડી સાથે સૅલડ બનાવી શકાય. કાંદા અને કાકડી બન્નેને ઝીણાં સમારી એના પર સિંધવ, કાળાં મરી, જીરું પાઉડર અને ચપટીક ખડી સાકરનો ભૂકો ભભરાવીને તૈયાર થયું કાકડી-કાંદાનું કચુંબર પણ એટલું જ ફાયદાકારક છે.

SendShareTweetShare
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®