Mysamachar.in-જામનગર:
કોરોનાની વૈશ્ર્વિક મહામારીએ જનજીવન થંભાવી લોકોને ઘરમા રહેવા માટે સમજણથી કે તંત્રોના હુકમથી મજબુર કર્યા છે ત્યારે ઘરમા રહી શુ કરવુ? તે સવાલ લોકોને ઉઠે છે, અત્યારસુધી ખુબ દોડ્યા ત્યારે કુદરતનો ક્રમ છે ખુબ દોડે તે થાકે તેવુ જ થયુ સમગ્ર જનજીવન ફુલ સ્પીડમા દોડ્યુ માટે થાક્યુ અનિયમિત થયુ અને થાક તેમજ અનિયમિતતાના કારણે બિમારી તકલીફોથી ઘેરાયુ છે.ત્યારે એક તો પુરતો આરામ બીજુ ખોરાકની નિયમિતતા સુવા જાગવાનો પુરતો ગાળો શરીરની માવજત કરવાનો મોકો મળ્યો છે…
હાલના યુગમા તો ઘરમા પણ મનોરંજન મળે છે માહિતીઓ મળે છે, તે શેર કરી શકાય અને પરિવાર ગોષ્ઠી મિત્રો સ્વજનો સાથે ફોનથી વાતચીત અને તેમાય ઇન્ફર્મેટીવ ટોક હેલ્ધી ડીસકશન અને નવુ-નવુ જાણવાની તક મળી છે, ઇન્ડોર ગેઇમ દ્વારા મનને સ્વસ્થ કરવુ વાંચનથી ભરપુર માહિતીઓ મેળવવી ઘરમા સફાઇ ગોઠવણ અને જરૂરી કામ પણ કરી ને સમય પસાર કરી શકાય, યુટ્યુબ જેવા માધ્યમોથી ના જાણીતી માહિતીઓ આપતા વિડીયો વગેરે જોઈ અને જ્ઞાનમાં વધારો કરી શકાય, કબાટમાં રાખી દીધેલા પુસ્તકો અથવા ઈન્ટરનેટના માધ્યમથી અવનવા પુસ્તકોનું વાંચન કરીને પણ સમય પસાર થઇ શકે, તો વળી સંગીત ચિત્ર ગુંથણ ગૃહઉદ્યોગ જે કંઇ રૂચી કે આવડત હોય તે વિકસાવી શકાય અને હા ટેકનોલોજીના માધ્યમથી પ્રોડક્ટસ કે સર્વિસ કે તેને લગતુ ગાઇડન્સ પણ પ્રોવાઇડ કરી અને ટાઈમ પસાર કરી શકાય છે.