Mysamachar.in-જામનગર:
લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ તે થઈ રહી છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી ચર્ચા વચ્ચે આજે જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગા સેન્ટરના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આ મામલે નિવેદન આપ્યું છે,

પુરુષોતમ રૂપાલાએ નિવેદનમાં જણાવ્યું છે કે કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાવા અંગે હાલ તો મારે કાંઈ કહેવું નથી અને પાર્ટી લેવલે આવી પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે કોંગ્રેસે હવે વિચારવાનું રહ્યું કે તેમના આગેવાનો શા માટે કોંગ્રેસ છોડી રહ્યા છે. આમ લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓની નિવેદનબાજી શરૂ થતા હાલ તો ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.
