Mysamchar.in-અમદાવાદ:
કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા છે, તેવામાં આજે જામનગર ગ્રામ્ય બેઠકના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ પણ રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. તેવામાં આજે ખંભાળિયા બેઠકના ધારાસભ્ય વિક્રમ માડમ અને જામજોધપુર બેઠકના ધારાસભ્ય ચિરાગ કાલરીયા મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરવી પડી છે,

બે વખત સાંસદ રહી ચૂકેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે “મેં પહેલેથી જ કહ્યું છે કે હું લોકસભાની ચૂંટણી નહીં લડુ અને હાર્દિક પટેલ જામનગરની લોકસભા લડે તો સર્વસંમતિ હોય કોઈ વિરોધ નથી” તેવું જણાવ્યું હતું. જ્યારે ચિરાગ કાલરિયાએ પણ અફવાઓનું ખંડન કરતા જણાવ્યું હતું કે “હું ક્યાંય નહિ જાઉ અને ભાજપ અફવા ફેલાવવાનું ષડયંત્ર કરી રહી છે” તેવી સ્પષ્ટતા કરી છે,

જ્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપની ખરીદ-વેંચાણની નીતિ-રીતિ સામે રોષ ઠાલવ્યો હતો અને દબાણ, લાલચ અને સરકારી મશીનરીનો ભરપૂર ઉપયોગ કરીને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું કામ ભાજપ કરી રહ્યું છે જેનો જનતા જવાબ આપશે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.