Mysamachar.in-જામનગર:
લોકસભાની ચુંટણી બાદ રાજ્યના રાજકારણમા હજુ એવો ને એવો જ ગરમાવો હોય તેમ લાગી રહ્યું છે,લોકસભાની ચૂંટણી બાદ અમેઠીથી વિજેતા થયેલા સ્મૃતિ ઇરાની અને ગાંધીનગરથી વિજેતા થયેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપશે.આ સ્થિતિમાં રાજ્યમાં ખાલી બે બેઠકો પર ફરી ચૂંટણી થશે.ત્યારે બંને બેઠકો પર વિજયી થવા માટે ભાજપે એક ચોક્કસ પ્રકારની ડીઝાઈન તૈયાર કરી છે,અને જે રીતે સૂત્રો દ્વારા માહિતી મળે છે તે મુજબ ભાજપ વધુ એક વખત કોંગ્રેસના આઠ થી દસ જેટલા ધારાસભ્યોને તોડવાના પ્રયાસો કરી રહી છે,

ત્યારે સૌરાષ્ટ્રમાંથી પણ કેટલાક ઘારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઇ છે,તે અટકળોમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમનું નામ પણ વહેતું થયું છે,સાથે જ કોંગ્રેસના બીજા ધારાસભ્યો પણ ઘર બદલી શકે છે ત્યારે કોંગ્રેસના નેતા તરીકે તમે શું કહેશો તેવી પ્રતિક્રિયા જયારે વિક્રમ માડમની લેવામાં આવી ત્યારે તેમણે “ટીમ માયસમાચાર”ને જણાવ્યું કે પાર્ટી મુશ્કેલીમાં હોય ત્યારે પાર્ટીને છોડીને જવું નેતાની નબળાઈ સાબિત કરનારું છે,છતાય કોઈને જવું હોય તો હું રોકી શકું નહિ પણ મારા નામને લઈને જે અટકળો ચાલી રહી છે ત્યારે એટલું ચોક્કસ કહીશ અને ભૂતકાળમાં પણ કહી ચુક્યો છુ કે હું વિક્રમ માડમ વેચાણીયો માલ નથી,અને કોઈ પાસે એટલા રૂપિયા પણ નથી કે મારી ખરીદી કરી લે,મારા ૩૬ કટકા થાય તો એક કટકો પણ “કમલમ”કોર નહિ જાય,.તેવી વાત કરતાં તેવોએ પોતાના નામ અંગે સ્પષ્ટતા કરીને આવી અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો.
