Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશન ગેરરીતિઓમાં હંમેશા મોખરે રહે છે, તેના અનેક કિસ્સાઓમાંથી એક વધુ કિસ્સો એ છે ૧૬ કરોડના આંધણ બાદ પણ એલઇડી પ્રોજેક્ટ સફળ ન રહ્યો હોય દેખીતુ છે કે આ જંગી રકમનો પ્રોજેક્ટ ફેલ થયો તો કયા અધીકારીએ મલાઇ તારવી? તેની તપાસ થવી જોઇએ તે પણ પ્રજા હિતમા માંગણી ઉઠે એ સ્વાભાવીક છે નગરજનો માટે એક વધુ મોટા કૌભાંડ ઉજાગર કરી mysamachar એ એક-એક નાગરિકોના હિતનો આ સ્ટ્રિટ લાઇટનો પ્રોજેક્ટ ફેલ ગયો તે અને એલઇડી સ્ટ્રીટ લાઇટ અંગે લાઇટ શાખાએ ઓડીટ થી પણ વિગત છુપાવી અને નાગરીકોના નાણા અધીકારી ગઠબંધન કરી ઓળવી ગયા તે તમામ મુદા વિશેષ રીતે રજુ કરી નાગરીકો જવાબ માંગે તેવી પ્રેરણાના હેતુથી આ બાબતો વિશિષ્ટ રીતે વ્યુઅર્સ માટે રજુ કરી છે,

રૂપિયા ૧૬ કરોડ જેવી જંગી રકમથી નગર ઝળહળતુ થશે, પાવર બચશે અને કોર્પોરેશનને બાદમા ખર્ચ નહી થાય તેવા આંબાઆંબલી દેખાડી ચારેક વર્ષ પૂર્વે "કોઇ" ઇ-સ્માર્ટ એનર્જી સોલ્યુશન નામની કંપનીને બહારથી લાવ્યુ( આ જ કામગીરી કોર્પોરેશન પણ કરી શકી હોત) અને પાવર સેંવીગ અને નગર ઝળહળતુ તો ન થયુ ઉપરથી નગરમા અંધારાના ઓળા પથરાયા પ્રોજેક્ટ રફે દફે થયો અને પહેલા હતી તેથીય બદતર હાલત જામનગરમા સ્ટ્રીટ લાઇટની થઇ…

આ તમામ બાબતે ઓડીટ ડીપાર્ટમેન્ટએ થોકબંધ પેરા કાઢી ખુલાસા માંગ્યા તો બ્રાંચના વડાએ તમામના ખુલાસા ન કર્યા અને અમુક અધુરા જવાબો આપ્યા માટે આવા જંગી રકમના પ્રોજેક્ટ માં થી જવાબદાર મુખ્ય અધીકારીએ ગઠબંધન કરી ખુબ મલાઇ તારવી હોય તેવા આક્ષેપો થાય તે સ્વાભાવિક છે, એલઇડી પ્રોજેક્ટનુ બાળમરણ થયુ ખુબ વિગતો મંગાઇ જનરલબોર્ડમા પણ વિષય ગાજ્યો છતાય કશુ જ ન થયુ અને રૂપિયાના પાણી એટલે આમ તો અંધારા થયા,

ઓડીટે પુછ્યુ કે આ પ્રોજેક્ટ થી પાવર સેંવિગ થયુ? થયુ તો કેટલુ થયુ? દરેક લાઇટ બદલાઇ છે? દરેક વખતના રનીંગ બીલમાં અનિયમિતતાઓ કેમ છે? ઓપરેશન અને મેન્ટેનન્સ અંગે સ્પષ્ટતા કેમ નથી? જુદા જુદા વોલ્ટની કેટલી લાઇટ નંખાઇ ? તબક્કાવાર ખર્ચ બાદ ફાયદો કેટલો થયો? મુળ દરખાસ્ત બાદ ખર્ચ અને લાઇટની સંખ્યા કેમ વધી? આ તમામ બાબતે ટેકનીકલ અભિપ્રાય લેવાયો છે કે કેમ? કોર્પોરેશનના નાણા પ્રજાના નાણા છે જવાબ માંગવાનો પ્રજાને પણ હક છે આ તો માત્ર ઓડીટે પુછ્યુ ખરેખર જનતાએ જવાબ માંગવો જોઇએ કે તેમના નાણા ક્યા અધીકારીએ ગજવામા નાંખ્યા અને કેટલી ભાગબટાઇ કરી? અને શહેરમા સોળ કરોડના અંધણ બાદ અંધારા શા માટે થયા છે કે રહ્યા છે? કેમકે પહેલા તો મોટી વાતો થયેલી કે કોર્પોરેશન ને લાભ થશે નગર ઝળહળતુ જ રહેશે તેના બદલે ઉલટુ થયુ કોર્પોરેશન ને તમામ ખર્ચ માથે પડ્યો અને વધુ ખર્ચના ખાડામા ઉતર્યુ છે
